• ગાંધીનગર સચિવાલય સંકુલના PI પી.જે પટેલન શનિવારે મોડી સાંજથી સંપર્ક વિહોણા થતા પરિવારે પોલીસને જાણ કકરી હતી. 
  • PI પી.જે પટેલ સચિવાલય સંકુલમાં ફરજ પર હોવાના કારણે પોલીસે સચિવાલય સંકુલના પાર્કિંગમાં શોધખોળ કરતા બ્લોક નંબર 2 સામેના પાર્કિંગમાં તેમની કાર મળી આવી
  • મૃત પીઆઈના પરિવારમાં પત્નિ અને બે બાળકો છે. તેમના પત્નિ શિક્ષિકા છે અને દિકરી ધોરણ 12માં અભ્યાસ કરે છે અને દિકરો સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે

ગાંધીનગર: સચિવાલય સંકુલના PI પી.જે પટેલે શનિવારે મોડી રાત્રે સચિવાલય સંકુલના પાર્કિંગમાં પોતાની કારમાં બેસીને સર્વિસ રિવોલવર લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. એક તરફ ગાંધીનગર પોલીસ અધિકારીઓ મોડી સાંજથી તેમની શોધખોળ કરતા હતા. અને બીજી તરફ રાત્રે તેમની લાશ કારમાંથી મળી આવી હતી.

પ્રાથમિક તાપસમાં વિગત બહાર આવી હતી કે, ગાંધીનગર સચિવાલય સંકુલમાં ફરજ બજાવતા PI પી.જે પટેલ શનિવારે મોડી સાંજેથી કોઇના સંપર્કમાં ન હતા નાતો ફોન ઉપાડી રહ્યાં હતા. જેથી પરિવારના સભ્યોએ આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ તેમની શોધમાં લાગી ગયા હતા.

PI પી.જે પટેલના મોબાઈલ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા ફોનની રિંગ સતત વાગતી હતી. પરંતુ કોઇ જવાબ ન મળતા તપાસ કરતા અદિકારીઓના મનમાં અનેક સવાલો ઊભ થયા હતા. PI પી.જે પટેલ સચિવાલય સંકુલમાં ફરજ પર હોવાના કારણે પોલીસે સચિવાલય સંકુલના પાર્કિંગમાં શોધખોળ કરતા બ્લોક નંબર 2 સામેના પાર્કિંગમાં તેમની કાર મળી આવી હતી. કારની નજીક પહોંચતાની સાથે જ લોહીલુહાણ હાલતમાં પીઆઈ પી.જે. પટેલને જોતા જ પોલીસ પણ અચંબામાં પડી હતી. પોલીસ ઇન્સપેકટરે  તેમની કારમાં જ સર્વિલ રિવોલવર લમણે મુકી ગોળી મારી જીવન ટુંકાવી લીધુ હતુ.

પીઆઈએ આત્મહત્યા કરી હોવાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસના જાણાવ્યાનુસાર મૃત પીઆઈના પરિવારમાં પત્નિ અને બે બાળકો છે. તેમના પત્નિ શિક્ષિકા છે અને દિકરી ધોરણ 12માં અભ્યાસ કરે છે અને દિકરો સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. પીઆઈ તેમના પરિવાર સાથે સરગાસનમાં રહેતા હતા. જોકે તેમણે કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે હજી સુધી ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી.

છેલ્લા 8 મહિનામાં સલામતી વિભાગના બીજા અધિકારીએ જીવન ટુંકાવ્યું

તમને જણાવી દઇએ કે છેલ્લા 8 મહિનામાં સલામતી શાખાના બીજા કર્મચારીએ પોતાનું જીવન ટુકાવી દીધું હતું. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ સતત ટેન્શનમાં કામગીરી કરી રહ્યા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ પહેલા એટલે કે 8 મહિના પહેલા સેક્ટર 30 માં સલામતી શાખાના એક કર્મચારીએ આત્મહત્યા કરી હતી. ત્યાર બાદ આ બીજો બનાવ સામે આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud