• નર્મદા ડેમનું પાણી ગુજરાતના 750 કિમી સુધી પહોંચાડી રાજ્યની જનતાને તૃપ્ત કરી છે.
  • આગામી 2 વર્ષ સુધી ખેડૂતોને સિંચાઈ માટે અને જનતાને પીવાના પાણીની તકલીફ નહીં પડે

ગાંધીનગર. નર્મદા નિરના ઈ-વધામણા કર્યાં બાદ CM રૂપાણીએ જણાવ્યું હતું કે, પીએમ મોદીના જન્મ દિવસના સમયગાળામાં જ નર્મદા ડેમમાં વધુ પાણી આવતું હોય છે. ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ સપનું જોયું હતું કે નર્મદા નદી પર એક ડેમ બને અને ગુજરાતના ખેડૂતોને સિંચાઈના પાણીની અને અન્ય વિસ્તારમાં પીવાના પાણીની કિલ્લત ન પડે એ સપનું સાકાર થયું છે. કમનસીબે ભૂતકાળમાં UPA સરકારે 7 વર્ષ સુધી નર્મદા ડેમમાં ગેટ લગાડવાની મંજૂરી આપી ન હોતી. પરંતુ પીએમ મોદીએ ઉપવાસ આંદોલન કરી સંઘર્ષ કરી નર્મદા ડેમના દરવાજા લગાડવાની મંજૂરી અપાવી અને ડેમનું લોકાર્પણ કર્યું હતું. નર્મદા ડેમનું પાણી ગુજરાતના 750 કિમી સુધી પહોંચાડી રાજ્યની જનતાને તૃપ્ત કરી છે.

નર્મદે સર્વ દે હવે ખરા અર્થમાં સાબિત થશે. નર્મદા ડેમનું લોકાર્પણ થયા બાદ બીજી વખત ડેમ સંપૂર્ણ ભરાયો છે જે ખરેખર ગૌરવની વાત કહેવાય. હવે આગામી 2 વર્ષ સુધી ખેડૂતોને સિંચાઈ માટે અને જનતાને પીવાના પાણીની તકલીફ નહીં પડે. પાણી વગર વિકાસ શક્ય નથી. પાણી છે તો જ વિકાસ શક્ય બન્યો છે. આગામી સમયમાં નર્મદા ડેમના પાણીથી ગુજરાત અને દેશના વિકાસને તાકાત મળશે અને ભારત માતાના તમામ ક્ષેત્રમાં વિજય પતાકા લહેરાતા રહેશે. હાલ પીએમ મોદીની આગેવાનીમાં ભારત મહાસત્તા તરફ આગળ વધશે એવો મને અને દેશની જનતાને વિશ્વાસ છે.

ચાલુ સીઝનમાં ₹13.25 કરોડની વીજળી ઉત્પન્ન

સરદાર સરોવર નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “આ વર્ષે નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ઓછો વરસાદ પડ્યો છે. ગત વર્ષે 34000 MCM પાણીની જગ્યાએ આ વર્ષે 17000 MCM પાણીની આવક છે. તેમ છતાં સીએમ રૂપાણીની ખેડૂતોની ચિંતાને લીધે આ વર્ષે ડેમને સંપૂર્ણ ભરાયો છે. હાલમાં નર્મદા ડેમમાં 587 કરોડો ઘન મિટર પાણી છે. જે પાણી આગામી 2 વર્ષ સુધી 14 લાખ હેકટર જમીનમાં 10 લાખ ખેડૂતોને સિંચાઈ માટે મદદ કરશે. 7 મહાનગર પાલિકા, 165 શહેરો, 9000 ગામોમાં રહેતી જનતાને પીવાનું પાણી પહોંચશે. હાલ નર્મદા ડેમના દરેક પાણીના ટીપામાંથી 3.25 કરોડ મિલીયન યુનિટીનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે જેની કિંમત 13.25 કરોડ રૂપિયા થાય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud