- કલોલમાં મંગળવારે સવારે પંચવટી વિસ્તારમાં સવારે જમીનમાં ભેદી ધડાકા થયા
- એક થી વધુ ઘર ટુટી પડતા 2 લોકોના મોત થઇ
WatchGujarat. અમદાવાદ નજીક આવેલા કલોલમાં મંગળવારે સવારે પંચવટી વિસ્તારમાં સવારે જમીનમાં ધડાકા થયા હતા. ઘડાકાને પગલે વિસ્તારમાં આવેલા એક થી વધુ ઘર ટુટી પડ્યા હતા. અને તેમાં રહેતા લોકો કાટમાળ નીચે દબાયા હતા.જેમાં 2 લોકોની મોત થઇ હતી. સમગ્ર મામલે ગૃહમંત્રી અમિત શાહે સ્થાનિક તંત્ર પાસેથી અહેવાલ મંગાવ્યો હતો. #Kalol
કલોલમાં પંચવટી વિસ્તારમાં ગાર્ડન સીટી પાસે જમીનમાં ઓએનજીસીની લાઇન પસાર થઇ રહી છે. મંગળવારે સવારે 7 – 45 કલાકે અચાનક જમીનમાં અચાનક ભેદી ધડાકો થયો હતો. ધડાકાને પગલે એક થી વધુ ઘર ટુટી ગયા હતા. અને તેમાં રહેતા લોકો કાટમાળમાં દબાયા હતા. પ્રાથમિક વિગતો અનુસાર, કાટમાળમાં બે પરિવારના 6 જેટલા લોકો દટાયા હતા. સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા વિસ્તારમાં તાબડતોડ રેસ્ક્યૂ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્રણ ધાયલોને બહાર કાઢીને સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે 2 લોકોના મોત નિપજ્યા હતા. #Kalol
ઘટનાના પ્રાથમિક તારણ પ્રમાણે, ઓએનજીસીની પાઇપલાઇનમાં લીકેજ થવાને કારણે પ્રચંડ ધડાકો થયો હોવાની શક્યતા છે. જો કે ઘટનાની જાણ થતા સંબંધિત વિભાગની ટીમો તુરંત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને મામલાની વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનાની ગણતરીના સમયમાં જ ગૃહમંત્રી અમિત શાહે સ્થાનિત તંત્ર પાસેથી અહેવાલ મંગાવ્યો હોવાની માહિતી મળી રહી છે.