• નર્મદા જિલ્લાના ઇકો સેન્સીટીવ ઝોનમાં સમાવિષ્ટ ગામોના ગામ નમૂના નં-7 ના બીજા હક્કમાં નોધ દાખલ કરવા અંગેની સૂચના મૂળ અસરથી રદ કરાઇ
  • ભાજપના જ સાંસદ મનસુખ વસાવના રાજીનામાં, BTP સહિત આદિવાસી ગ્રામજનોના વિરોધ બાદ નિર્ણય
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટાણે ગ્રામજનોના રોષને લઈ ભાજપે વિવાદ-વિરોધ પર પૂર્ણવિરામ લાવ્યું
Statue of Unity

WatchGujarat SOU આસપાસના નર્મદા જિલ્લાના 4 તાલુકાના 121 ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવી ખેડૂત ખાતેદારોના ખાતામાં 135 ની કાચી એન્ટ્રીઓ કરાતા ભારે વિરોધ વંટોળ ફાટી નીકળ્યો હતો.

ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવા ભાજપના સાંસદ મનસુખ વસાવા એ પણ આદિવાસીઓના હિત માં અને વિપક્ષ આ મુદ્દાને હથિયાર બનાવી આંદોલન છેડવા ઉપસાવી રહ્યું હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રજુઆત કરી હતી.જોકે કોઈ નિવેડો નહિ આવતા MP મનસુખ વસાવા એ નાદુરસ્ત તબિયતનું કારણ ધરી ભાજપમાંથી રાજીનામું આપવાનું જાહેર કર્યું હતું. ભાજપ સાંસદ ને 24 કલાકમાં જ પ્રદેશ અને કેન્દ્ર કક્ષા એ થી મનાવી લેવાયા હતા. બીજા દિવસે CM વિજય રૂપાણી સાથે સાંસદ એ મળી ઇકો સેન્સિટિવ ઝોન સહિતના મુદ્દે ચર્ચા કરી હતી. બીજી તરફ BTP ની આગેવાનીમાં ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવા આદિવાસી ખેડૂતોએ કલેકટરને પણ આવેદન આપી રજુઆત કરી હતી.

દરમિયાન ગ્રામ સભાઓ માં ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાના ઠરાવો કરી ગ્રામજનો ઉગ્ર બન્યા હતા. સામે પક્ષે રાજ્ય સરકારે પણ તાકીદ ની બેઠક બોલાવી ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે ફેરવિચારનાં કરવા કસરત આરંભી હતી. બેઠક બાદ નર્મદા જિલ્લાના 121 ગામ ના ખેડૂતોને ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવા ખાતરી અપાઈ હતી.

ઇકો સેન્સિટીવ ઝોનમાં નર્મદા જિલ્લાના 121 ગામોને સમાવવા બાબતે આદિવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો ઉપરાંત ભાજપના જ સાંસદ મનસુખભાઇ વસાવા, ભાજપના પૂર્વ ધારાસભ્ય તથા BTP ના ધારાસભ્ય સહિત તમામ પક્ષના આદિવાસી નેતાઓ આ બાબતે ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ઉગ્ર વિરોધ થતા આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ નુકશાનના ખતરાને લઈ બેકફૂટ ઉપર આવી છે. અગ્ર મુખ્ય વન સંરક્ષક વન્ય જીવ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનાં પત્ર ક્રમાંકથી નર્મદા જિલ્લાના ઈકો સેન્સીટીવ ઝોનમાં સમાવિષ્ટ થતા ગામોનાં ગામ નમુના નં.7 નાં બીજા હક્કમાં નોંધ દાખલ કરવા અંગેની સૂચના મૂળ અસરથી રદ કરવામાં આવેલ છે.

જેથી નર્મદા જિલ્લામાં ઈકો સેન્સીટીવ ઝોન અંગે સબંધિત ગામનાં ગામ નમુના નં.7 નાં બીજા હક્કમાં નવી કોઈ જ નોંધ પાડવામાં આવનાર નથી. જે ગામોમાં આવી નોંધ દાખલ થયેલ છે તે રદ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેની નર્મદા જિલ્લાનાં તમામ ખેડૂત ખાતેદારો, ગ્રામજનોને નોંધ લેવા રાજપીપળા નિવાસી અધિક કલેક્ટરએ યાદી થકી જણાવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud