• તાઉ-તે વાવાઝોડાના પરિણામે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને નુક્સાન
  • રાજ્યમાં સૌપ્રથમવાર બાગાયતી પાકો માટે રૂ. 500 કરોડનું ઐતિહાસિક પેકેજ આપીને ખેડૂતોને સહાયરૂપ થવાનો પ્રયાસ

WatchGujarat. રાજ્યનાં કૃષિમંત્રી આર. સી. ફળદુ આજે રાજકોટ આવી પહોંચ્યા હતા. અહીં તેમણે કોંગ્રેસનાં વિરોધ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. અને કહ્યું હતું કે, કિસાનોનું હિત રાજ્ય સરકારના ધ્યે વસેલું છે એટલે જ ગુજરાતમાં જયારે જયારે કોઇપણ પ્રકારની કુદરતી આપત્તિઓ આવી હોય ત્યારે ગુજરાત સરકાર હરહંમેશ ખેડૂતોને પડખે રહી છે અને રહેશે. કોંગ્રેસનાં આગેવાનો માનસિકતા ગુમાવી ચુક્યા હોવાથી ખોટી રીતે વિરોધ કરે છે. હકીકતમાં અગાઉ કોઈ સરકારએ આટલી રાહત આપી નથી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે કુદરતી આપત્તિ વેળાએ ખેડૂતોનું બાવડું પકડીને બેઠા કર્યા છે. એટલે જ ખેડૂતો અમારી પડખે ઉભાં છે. તાજેતરમાં ગુજરાતમાં આવેલાં તાઉ-તે વાવાઝોડાના પરિણામે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને નુક્સાન થતા રાજ્યમાં સૌપ્રથમવાર બાગાયતી પાકો માટે રૂ. 500 કરોડનું ઐતિહાસિક પેકેજ આપીને ખેડૂતોને સહાયરૂપ થવાનો પ્રયાસ અમારી સરકારે કર્યો છે. અગાઉ પણ જ્યારે-જ્યારે અતિવૃષ્ટી, દુષ્કાળ, વાવાઝોડા, માવઠા, રણતીડ વિગેરેની સમસ્યાઓ આવી હોય ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોને સહાયરૂપ થવા માટે અલગ અલગ કૃષિ રાહત પેકેજ આપીને તેઓને પગભર કરવા પ્રોત્સાહન પુરૂ પાડ્યું છે.

જેમાં વર્ષ 2018-2019માં પણ ક્રોપ ઇનપુટ સબસીડી (દુષ્કાળગ્રસ્ત) માટે 1630 કરોડ, વર્ષ 2019-20માં કમોસમી વરસાદ માટે રાહત પેકજ 3795 કરોડનું તથા વર્ષ 2020 માં ખરીફ પાકની થયેલ નુકશાની માટે પણ રૂ. 3700 કરોડનું આર્થિક રાહત પેકેજ જાહેર કરીને સહાય ચૂકવી છે. આમ છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ 9125 કરોડની સહાય ગુજરાત સરકારે ખેડૂતોને આપી છે. આ સિવાય પણ રાજય તથા કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ, પ્રધાનમંત્રી ફસલ બિમા યોજનાનું પ્રિમિયમ, ટેકાના ભાવે ખરીદીઓ પણ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud