ગુજસિટોક કાયદા હેઠળ પોલીસે 5 લોકોની ધરપકડ કરી
પોલીસે કુલ 11 આરોપીઓ સામે ગુનો નોંધ્યો, 3 આરોપી હાલ પાસા હેઠળ અલગ અલગ જેલમાં.
સુલતાન સામે ખંડણી-ધાક ધમકી હત્યાના ગુના નોંધાયેલા છે.
અમદાવાદ. શહેરના સરખેજ, વેજલપુર અને અસલાલી વિસ્તારમાં લોકોમાં ડર ઉભો કરી મિલકત-જમીન પચાવી, ખૂનની કોશિશ, દારૂ- જુગાર અને ખંડણી જેવા ગંભીર ગુના કરતી સુલતાન ગેંગ સામે અમદાવાદ શહેર પોલીસે ગુજસિટોકના કાયદા હેઠળ ગુનો નોંધી પાંચ આરોપીની ધરપકડ કરી છે. કુલ 11 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ત્રણ આરોપીઓ હાલ પાસા હેઠળ અલગ અલગ જેલમાં છે.
વેજલપુર, સરખેજ અને અસલાલી વિસ્તારમાં સુલતાન પઠાણ સહિત અન્ય ગુનેગારો વિસ્તારમાં મિલકત-જમીન પચાવી, ખૂનની કોશિશ, વીજચોરી, દારૂ- જુગાર, આર્મ્સ, ધાડ અને ખંડણી જેવા ગંભીર ગુના આચર્યા હતા. લોકોને ડરાવી ધમકાવી પૈસા પડવાતી હતી. આ ગેંગની સામે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સૂચના આપતા ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ એસીપી વી.જી પટેલ અને અન્ય અધિકારીઓ સાથે મળી ગેંગ સામે કાર્યવાહી કરી માહિતી મેળવી હતી.
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે 2010થી આ ગેંગે 76 જેટલા અલગ અલગ ગુના આચર્યા છે. જેમાં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ ગેંગ સામે ગુજસિટોક એકટ મુજબ ગુનો નોંધી આરોપી વસીમ ઉર્ફે બાપુ કુરેશી, મહંમદ નદીમ દહેલવી, મહંમદ જાવેદ દહેલવી, સલીમખાન પઠાણ અને મહંમદ જૂનેદની ધરપકડ કરી છે.
સુલતાન ખાન પઠાણ, અમીરખાન પઠાણ અને ઈરફાનહુસેન શેખ હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ છે. બાકીના ત્રણ આરોપીઓ હાલ ફરાર છે. આગામી દિવસોમાં અન્ય ગેંગ સામે પણ ગુનાઓની માહિતી મેળવી અને કાર્યવાહી કરવામાં આવશે.