• શહેરની પરિસ્થિતિને જોતા ઝુબીન આશરા અને તેમના મિત્રો દ્વારા નિસ્વાર્થ સેવા કાર્ય શરૂ
  • સ્વખર્ચે ઓક્સિજન રિફીલીંગ કરાવી હોસ્પિટલમાં પહોંચાડી રહ્યાં છે.
  • પ્લાઝમાંની માગ વધુ પડતી ઉભી થતા યુવાનો પ્લાઝમા ડોનર શોધી જરૂરીયાતમંદોને પુરા પાડી રહ્યાં છે.

WatchGujarat. અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા સતત વધી રહીં છે. તેવામાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પુરતા પ્રમાણમાં ઓક્સિજનની અછત ઉભી થઇ છે. બીજી તરફ દર્દીઓમાં પ્લાઝમાની પણ માગ ઉભી થઇ છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં શહેરના આ યુવાનોએ જરૂરીયાતમંદો માટે નિશુલ્ક સેવા શરૂ કરી છે. જેમાં હોસ્પિટલમાં ઓક્સિજન તેમજ જરૂરીયાતમંદોને પ્લાઝમાં પહોંચાડવામાં આવે છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની એટલી અછત સર્જાઇ રહીં છે કે, છેલ્લા બે દિવસમાં આ યુવાનોએ 500 દર્દીઓને ઓક્સિજન પુરૂ પાડ્યું છે. જ્યારે અસંખ્ય જરૂરીયાતમંદોને પ્લાઝમા પણ પહોંચાડ્યું છે.

કોરોનાના બેકાબૂ બનેલી પરિસ્થિતિમાં ઓક્સિજન અને પ્લાઝમાની નિશુલ્ક સેવા શરૂ કરનાર અમદાવાદના યુવાન ઝુબીન આશરાએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું કે, હાલની જે પરિસ્થિતિ છે ખુબ જ દયનિય છે. છેલ્લા ઘણા દિવસોથી પરિચિતોના ઓક્સિજન અને પ્લાઝમા માટે ફોન આવી રહ્યાં હતા. મારા તરફથી બને એટલી મદદ મેં પુરી પાડી છે. પણ અચાનક વિચાર આવ્યો કે, આ તો ઓળખીતા જે ફોન કરી મદદ માગી રહ્યાં છે. પરંતુ શહેરમાં એવા કેટલા લોકો હશે જેને મદદની જરૂર છે તેમનુ શું ?

(ઘરે સારવાર લઇ રહેલા દર્દીઓને ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે આ રીતે પુરૂ પાડશે ઓક્સિજન)

આ એક વિચારના આધારે મેં મારા અન્ય મિત્રો સાથે વાત કરી અને અમે જરૂરીયાતમંદોને સેવા પુરી પાડવાનુ નક્કી કર્યું છે. જેથી છેલ્લા બે દિવસમાં અમે 500 દર્દીઓને ઓક્સિજન પુરૂ પડે તેટલુ હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડ્યું છે. જ્યારે અસંખ્ય જરૂરીયાતમંદો માટે પ્લાઝમા ડોનર શોધી પ્લાઝમા પહોંચાડ્યુ છે.

શહેરમાં હાલ ઓક્સિજનની ખૂબ અછત છે, ત્યારે અમે જાણીતા લોકો પાસેથી તેની વ્યવસ્થા કરી રહ્યાં છે. કેટલાક દર્દીઓ એવા પણ છે હોસ્પિટલને બદલે ઘરે જ સારવાર લઇ રહ્યાં છે. આવા મોટા ભાગના દર્દીઓને રાતના સમય ઓક્સિજનની અછત સર્જાય છે. ત્યારે ઘરે સારવાર લઇ રહેલા દર્દીઓ માટે પણ ઓક્સિજનની બોટલોની વ્યવસ્થા કરી છે.

(ઓક્સિજન અથવા પ્લાઝમાની જરૂર પડે તો અહીં આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો)
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud