અમદાવાદનો જય ગઢવી બજાર કિંમત કરતા ઊંચા ભાવ વસુલી ઓક્સિજન સિલિન્ડરની કાળા બજારી કરતો
ભંગારમાંથી જૂના સિલિન્ડર ખરીદી કલર કરાવી રિફીલીંગ કરી વેંચવામાં આવતા
ડમી ગ્રાહક થકી ફોન કરાવી 47 લિ.ના ત્રણ ઓક્જિન બોટલનો ઓર્ડર આપવામાં આવ્યો
એક ઓક્સિજન સિલિન્ડરની કિંમત રૂ. 30,700 અને જી.એસ.ટી અલગથી લગાડતો
ઓક્સિજન સિલિન્ડરની કાળાબજારી કરનાર જય ગઢવી ફાયર સેફટીના સાધનોનુ માર્કેટીંગ કરતો હતો.
WatchGujarat. કોરોનાની અતિ ગંભીર બનેલી પરિસ્થિતિ વચ્ચે ભેજાબાજો લોકોને મોતના મુખમાં ધકેલી રૂપિયા કમાવવાની તક છોડતા નથી. છેલ્લા ઘણા દિવસોથી ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શન પકડાવવાનો સિલસિલો યથવાત છે. ત્યારે દર્દીઓ માટે જીવાદોરી સમાન ઓક્સિજન સિલિન્ડરની અછત સર્જાતા હવે તેની પણ કાળાબજારી શરૂ થઇ છે. ઓક્સિજન સિલિન્ડરની કાળા બજારી કરનાર અમદાવાદના ભેજાબાજની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી 47 લીટરના 3 ઓક્સિજન સિલિન્ડર મળી રૂ. 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કોરોનાની પરિસ્થિતિ દેશભરમાં વિકટ બની છે. કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આવા સંકટ સમયે રેમડેસિવિર ઇન્જેક્શન અને ત્યારબાદ હવે ઓક્સિજન સિલિન્ડરની અછત ઉભી થવા પામી છે. આ પરિસ્થિતિ વચ્ચે ઓક્સિજન સિલિન્ડરની કાળાબજારી થતી હોવાની માહિતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડીકોઇ (ટ્રેપ) ગોઠવી અમદાવાદ અમરાઇવાડી કરણીનગર સોસા.માં રહેતા જય ગઢવીનો ડમી ગ્રાહક પાસે સંપર્ક કરાવ્યો હતો.
જય ગઢવીને ફોન કરી ઓક્સિજન સિલિન્ડર બાબતે પુછતા તેણે કહ્યું મારી પાસે હમણા 47 લીટરના ત્રણ સિલિન્ડર હમણા પળ્યાં છે. જી બજાર કિંમત રૂ. 15,000 છે તેમને રૂ. 30,700 અને જીએસટી અલગથી ચુંકવવુ પડશે. જેથી ડમી ગ્રાહકે ઓક્સિજ લેવાની તૈયારી દાખવતા જય ગઢવી પોતાની હોન્ડા અમેઝ કારમાં ત્રણ સિલિન્ડર લઇ વડોદરા પહોંચ્યો હતો. જ્યાં અમિતનદર સર્કલ ખાતે વોચમાં રહેલા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ગાડી રોકી ભેજાબાજ જય ગઢવીની અટકાયત કરી કારમાંથી 3 ઓક્સિજન સિલિન્ડર કબજે કર્યાં હતા.
ઓક્સિજન સિલિન્ડર ક્યાંથી અને કંઇ રીતે મેળવ્યા તે અંગે પોલીસે તેની પુછતાછ કરતા, ઓક્સિજન સિલિન્ડરના જૂના બોટલો ભંગારમાંથી ખરીદી કરી તેની ઉપર કલર મારી નવો બનાવવામા આવ્યો હતો. ત્યારબાદ આ ઓક્સિજન સિલિન્ડર રિફીલીંગ કરી તેને બજાર કિંમત કરતા ઊંચા ભાવે વેંચી દેવામાં આવતા હતા. જય ગઢવી ફાયર સેફટીના સાધનોનુ માર્કેટીંગ કરે છે. કોરોનાની મહામારીમાં ઓક્સિજનની અછત સર્જાતા તકનો લાભ ઉઠાવી રૂપિયા કમાવવાની લાલચે આ ધંધો શરૂ કર્યો હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી છે.