યુવતિના ફેસબુક એકાઉન્ટમાંથી ફોટા મેળવી રોમિયો મોર્ફ કરી ફેક આઇ.ડી બનાવી
યુવતિએ ફ્રેન્ડરિકવેસ્ટ એકસેપ્ટ ન કરતા નગ્ન ફોટા મોર્ફ કરી મિત્રતા કેળવવા દબાણ કરતો રોમિયો
WatchGujarat સોશિયલ મીડિયાનો ક્રેઝ આજની યુવા પેઢીના સીરે સવાર છે. જગ્યા કોઇ પણ હોય પણ પોતાની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર આવશ્યક કરવાનો એક અનોખો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયાનો જેટલો સદઉપોયગ થઇ રહ્યો છે તેની સામે એટલો જ દુરઉપોયગ પણ થતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા મારફતે યુવતિ, મહિલાઓને હેરાન કરવી તેમના ફોટા મોર્ફ કરી ફેક પ્રોફાઇ બનાવવી હેરાન કરવાના સંકળો કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. ત્યારે વધુ એક આજ પ્રકારનો કિસ્સો અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસના ચોપડે નોંધાયો હતો. #Facebook
અમદાવાદ શહેરમાં રહેતી અને ખાનગી ઓફિસમાં કામ કરતી યુવતિ FACEBOOK અકાઉન્ટ ધરાવે છે. છેલ્લા કેટલાક સમયથી યુવતિને એક અજાણ્યા એકાઉન્ટ પરથી યુવક દ્વારા ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવામાં આવતી હતી. જોકે તે પરિચિત ન હોવાથી યુવતિએ રિકવેસ્ટ સ્વીકારી ન હતી. જેથી એક તરફી પ્રેમમાં પડેલા રોમિયોએ યુવતિને મેસેન્જર પર મેસેજ મોકલી દોસ્તી કરવા માટે જણાવતો હતો. પરંતુ તેણીએ કોઇ વળતો જવાબ આપ્યો ન હતો.
યુવતિએ રિસપોન્સ ન આપતા રોમિયોએ તેણીના ફેસબુક એકાઉન્ટમાંથી ફોટા લઇ પોર્ન વેબસાઇટ પરના નગ્ન ફોટા સાથે મોર્ફ કર્યા અને આ ફોટા ફેક આઇ.ડીથી યુવતિને મોકલવાનુ શરૂ કર્યું હતુ. સાથે મેસેન્જર પર યુવતિને દોસ્તી કરવા માટે પણ આ રોમિયો સતત દબાણ કરતો હતો. જેથી કંટાળેલી યુવતિએ આખરે અમદાવાદ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો. જ્યાં તેણીએ પોલીસ અધિકારીઓને જણાવ્યું કે, તે આ મામલે ફરીયાદ કરવા માગે છે પરંતુ બદનામીના ડરે છે. જેથી સાયબર ક્રાઇમના અધિકારીઓએ યુવતિનુ નામ ગુપ્ત રાખવાની ખાતરી આપી અને તેણીએ આ મામલે ફરીયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમની ટીમે બનાવ અંગે તપાસ શરૂ કરી અને અન્ય જિલ્લામાં રહીં યુવતિને હેરાન કરનાર રોમિયોને ઝડપી પાડ્યો હતો. #Facebook
નોંધઃ આ પ્રકારની ઘટનાઓ રોજે રોજ મહિલાઓ અને યુવતિઓ સાથે બનતી હોય છે. પરંતુ બદનામીથી ડરી તેઓ પોલીસ ફરીયાદ નોંધાવતા નથી, પરંતુ આ પ્રકારની ઘટના જો બનવા પામે તો પોલીસને જાણ કરવી જરૂરી છે. પોલીસ આ કિસ્સાઓમાં ફરીયાદીના નામ ગુપ્ત રાખી પણ કાર્યવાહી કરે છે. જેનુ આ ઉત્તમ ઉદાહરણ છે. નોંધનીય છે કે, આ પ્રકારના કિસ્સાઓ અટકાવવા માટે સોશિયલ મીડિયા યુઝર્સે પોતાની પ્રોફાઇલ લોક રાખવી જોઇએ જેથી કોઇ અજાણી વ્યક્તિ તમારા ફોટાનો ખોટો દુરઉપયોગ ના કરી શકે.
More #Facebook #Sharing #Pictures #Incident #Cyber Crime #FIR #Ahmedabad News