ગુજરાતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા છેવાડા માનવી સુધી પહોંચવા માટે તમામ તૈયારી શરૂ કરી છે.
આગામી દિવસોમાં યોજાનારી મહાનગર પાલિકાની ચૂંટણી અને 2022ની વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી BJP દ્વારા પેજ લેવલ સુધીની કામગીરી કરવામાં આવી રહીં છે.
[caption id="attachment_34214" align="aligncenter" width="1280"] (સોશિયલ મીડિયા ઇમેજ)[/caption]
WatchGujarat.ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની નિમણૂંક થતાની સાથે જ તેમની સામે રાજ્યની 8 વિધાનસભાની પેટાચૂંટણી જીતવાનો સૌથી મોટો ટાસ્ક હતો. સી.આર પાટીલને આગેવાનીમાં કોંગ્રેસનો તમામ બેઠકો પરથી સફાયો કરી 8 બેઠકો પર ભગવો લહેરાવ્યો હતો. ત્યારે હવે આગામી દિવસોમા યોજાનાર મહાનગર પાલિકાની ચૂંટણીઓ અને ત્યારબાદ 2022ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી છેવાડાના માનવા સુધી પહોંચવા ભાજપ દ્વારા કવાયત શરૂ કરાઇ છે. ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરવા માટે ભાજપે પેજ પ્રમુખો તૈયાર કર્યા છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી પણ ભાજપના એક કાર્યકર તરીકે પેજ પ્રમુખ બન્યા હતા.
BJP પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર પાટીલની વર્ણી થયા બાદ તેમણે શહેર- જિલ્લાના પ્રમુખોની નિમણૂંક કરી સમગ્ર રાજ્યમાં એક જુદો જ માહોલ ઉભો કર્યો છે. અત્યાર સુધી ભાજપમાં પ્રદેશ પ્રમુખની વર્ણી થાય એટલે પ્રદેશનુ માળખુ તૈયાર કરવામાં આવતુ, ત્યારબાદ શહેર અને જિલ્લાના પ્રમુખોની યાદી જાહેર કરાતી હતી. પરંતુ સી.આર પાટીલે આખી આ સિસ્ટમને ફેરવી આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી એક નવો જ ફોર્મ્યૂલા અપનાવ્યો હોય તેવુ લાગી રહ્યું છે.
આગામી દિવસોમાં યોજાનાર મહાનગર પાલિકાની ચૂંટણી અને ત્યારબાદ 2022માં યોજાનાર વિધાનસભાની ચૂંટણી MISSION 182ને ધ્યાનમાં રાખી સરકારની દરેક યોજના અને તેમની કામગીરી છેવાડા માનવી સુધી પહોંચી તેવી તૈયારીઓ હાથ ધરાઇ છે. જેમાં ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરતા કાર્યકરોને પેજ પ્રમુખ બનાવવામાં આવી રહ્યાં છે. જેથી દરેક મતદાતા સુદી તેઓ પોતની વાત પહોંચાડી શકે. જેમા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પેજ પ્રમુખ બન્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા વિધાનસભા બેઠકના વોર્ડ-9માં આવેલા બુથ નં-38ના પેજ નં-7ના પેજ પ્રમુખ બન્યા છે.
More #Vidhansabha Election #2022 #Gujarat #BJP #Amitbhai Shah #PagePramukh #Gujaratinews #Watchgujarat