લગ્નના 14 વર્ષ બાદ અન્ય સ્ત્રી સાથે આડાસંબંધો રાખી પત્ની સાથે અવાર નવાર માર ઝૂડ અને ઝઘડા કરતો પતિ
પત્નીએ ઇન્કાર કરતા બીભત્સ ગાળો બોલી ઝઘડો અને માર ઝૂડ કરી ચાત્રિ પર શંકા કરતો પતિ
સાસરીયાઓ પણ પરિણાતા મન ફાવે તેમ બોલી હેરાન કરતા, જમવા માટે રસોડામાં પણ જવાની મંજૂરી નતા આપતા
પરિણીતાએ પતિ સહીત ત્રાસ ગુજારતા સાસરીયાઓ સામે નોંધાવી પોલીસ ફરીયાદ
WatchGujarat અતિ સુખી સંપન્ન માલેતુજારોના જીવનમાં સંબંધોની કોઈ જ કિંમત હોતી નથી. કોઈપણ વસ્તુ નાણાંથી ખરીદી શકવાનો અહંકાર ધરાવતાં માલેતુજારો સંબંધના ત્રાજવે જ સાવ હલકાં તોલાતા હોય છે. અમદાવાદના એક ગર્ભ શ્રીમંત પરિવારના દંપત્તિના 14 વર્ષના સુખી દામ્પત્યજીવનમાં અનૈતિક સંબંધો, પત્નીઓની અદલાબદલી (વાઈફ સ્વેપિંગ) વગેરેને કારણે ખટાશ ઉત્પન્ન થઈ છે. છેલ્લાં બે વર્ષથી પતિ – પત્ની વચ્ચે ચાલતાં ખટરાગનો ખટલો આખરે પોલીસ ચોપડે ચડ્યો છે. #Ahmedabad
અમદાવાદના મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એક ગર્ભ શ્રીમંત પરિવારની પરિણીત પીડીતાએ તેના પતિ સહીત સાસુ-સસરા સામે ફરીયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, લગ્નના 14 વર્ષ બાદ છેલ્લા ઘણા સમયથી તેના પતિના સ્વભાવમાં ખૂબ જ બદલાવ આવી ગયો હતો. જેનુ મુળ કારણ હતુ પતિના અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધો, જેના કારણે તે અવાર નવાર તેની પત્ની સાથે ઝઘડો કરી માર ઝૂડ કરતો હતો. છેલ્લા 20 દિવસથી પત્ની અને બાળકને છોડી તે બીજી જગ્યાએ રહેવા માટે જતો રહ્યો છે.#Ahmedabad
પતિની હેરાનગતિનો અંત તો આવતો નહતો, તેવામાં માલેતુજાર સાસુ સસરા વહુ ઉપર શંકા રાખી તેણીને અવાર નવાર મેણા ટોણા મારી ચારિત્ર્ય ઉપર શંકા કરતા હતા. આટલુ જ વહુને કામવાળા સાથે સંબંધો હોવાની મનફાવે તેવી વાતો કરતા હતા. એક તબક્કે વૈભવી લાઇફ સ્ટાઇલ જીવતા પતિએ વાઇફ સ્વેઇપીંગ માટે પત્ની ઉપર દબાણ કર્યો હતુ. જોકે પરિણીતાએ આ બાબતનો ઇન્કાર કરતા તેની સાથે ઝઘડો અને મારઝૂડ કરી ઘરમાંથી નિકળી જવા માટે કહેવામાં આવ્યું હતુ. #Ahmedabad
પતિ અને સાસુ સાસરાને આટલે જ સંતોષ ન વળ્યો તો પરિણીતાને છુટ્ટાછેડા આપી ઘરમાંથી નિકળી જવા માટે દબાણ શરૂ કરવામાં આવ્યું હતુ. પુત્રના રૂમમાં રહેતી પરિણીતાને જમવા માટે રસોડામાં જવાની પણ અનુમતી આપવામાં આવતી ન હતી. જોકે આ સમગ્ર બાબતની પરિણીતાના પરિવારને જાણ થતાં, હવે પછી આ પ્રકારની કોઇ ઘટના નહીં બને તેવો બાહેદરી પત્ર લખાવવામાં આવ્યો, પરંતુ પતિ દ્વારા તેનુ કોઇ પાલન કરવામાં આવ્યું નહીં અને આખરે પતિ સહીત સાસરીયાઓના ત્રાસથી કંટાળી પરિણીતએ પોલીસના દ્વાર ખખડાવવા પડ્યાં હતા. જેથી પોલીસે આ મામલે માલેતુજાર પતિ સહીત સાસુ-સસરા સામે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
More #Husband #Force #Wife Swapping #FIR #Ahmedbad News