• સરકારી આંકડા પ્રમાણે સોમવારે રાજ્યમાં 890 કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાઇ
  • GCAએ મેચ રમવાના 21 કલાક પહેલા નિર્ણય લેતા ક્રેકિટ પ્રેમીઓમાં નિરાશા
  • એડવાન્સમાં ટિકિટ ખરીદનાર પ્રેક્ષકોને રિફંડ મળશે- જી.સી.એ
  • અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 16, 18 અને 20ની T-20 મેચ પ્રેક્ષકો વગર રમાશે

WatchGujarat રાજ્યમાં ચૂંટણીનો દોર પુરો થતાની સાથે જ એકા એક કોરોના કેસોની સંખ્યામાં નોંધ પાત્ર થઇ રહ્યો છે. એક તરફ સરકારની કોવિડની ગાઇડલાઇનનુ પોતે સરકારના જ કેટલાક પ્રતિનિધીઓ દ્વારા પાલન ન કરતા અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. તેવામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી ભારત- ઇંગલેન્ડ વચ્ચેની T-20 જોવા માટે મોટી સંખ્યામાં પ્રેક્ષકોની હાજરી જોવા મળે છે. ત્યારે કોરોના સંક્રમણ વધુ ફેલાઇ તેની સ્થિત સર્જાતા મેચ રમાવાના 21 પહેલા જ GCA દ્વારા આગામી મેચો પ્રેક્ષકો વગર રમાશે તેવો નિરણય કર્યો છે.

રાજ્યના મોટા શહેરો અમદાવાદ, સુરત નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. કોરોના કેસોની સંખ્યા વધતા થોડા દિવસો પહેલા જ કેન્દ્ર સરકારની ટીમો અમદાવાદ બાદ વડોદરા નિરિક્ષણ માટે આવી પહોંચી હતી. છતાંય કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાતા તંત્ર દોડતુ થયું છે. હોસ્પિટલમાં બેડની સુવિધાથી લઇને તમામ પ્રકારની સુવિધાઓનુ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેવામાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગલેન્ડ વચ્ચે રમાઇ રહેલા T-20 ટુર્નામેન્ટમાં જોવા મોટી સંખ્યામાં પ્રેક્ષકોની ભીડ ઉમટી રહીં છે.

જેના પરિણામે GCA (ગુજરાત ક્રિકેટ એસોસિયેશન) દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવ્યું છે કે, અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માર્ચ 16, 18 અને 20ની ટી-20 મેચ પ્રેક્ષકો વગર રમાશે ટિકિટ ખરીદનારા પ્રેક્ષકોને રીફંડ મળશે

અમદાવાદ, માર્ચ 15, 2021: કોરોનાના વધતા જતા કેસોને કારણે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ) દ્વારા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાનારી બાકીની ટી-20 મેચો પ્રેક્ષકો વગર બંધબારણે રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે પ્રેક્ષકોએ માર્ચ 16, માર્ચ 18 અને માર્ચ 20, 2021ની મેચ માટે ટિકિટ ખરીદી હશે તેમને નાણાં પરત કરવામાં આવશે.

કોરોનાના વધતા જતા કેસોને કારણે જી.સી.એ. દ્વારા બી.સી.સી.આઇ. સાથે ચર્ચા વિચારણા કરીને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની અમદાવાદમાં રમાનારી બાકીની ટી-20 ઇન્ટરનેશનલ મેચો બંધ બારણે રમાડવાનો અને દર્શકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે લોકોએ ટિકિટ ખરીદી છે તેમને નાણાં પરત આપવાની પોલિસી તૈયાર કરવામાં આવશે. જે લોકોને કોમ્પ્લીમેન્ટરી ટિકિટ આપવામાં આવી છે તેમને સ્ટેડિયમ નહીં આવવા માટે વિનંતી કરવામાં આવે છે, એમ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ જણાવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud