• અમદાવાદ સીટી વિસ્તારમાં એકટીવામાં સાપ દોવા મળતા લોકોમાં દોડધામ મચી
  • એનિમલ લાઇફ કેરના સભ્ય દ્વારા એકટીવમાં ઘૂસી ગયેલા સાપને રેસ્ક્યુ કરાયો

WatchGujarat. શહેરમાં  રણછોડજીનાં મંદિર પાસે દિલ્લી ચકલા વિસ્તારમાં એક ભાઈ એકટીવા લઈને નીકળી રહ્યા હતા. ત્યારે  એકટીવાની આગળના ભાગમાં સાપ ફરતો જોવા મળતા તેઓ ગભરાઈ ગયા હતા. તેમજ એકટીવા રસ્તા પર મૂકી દૂર ચાલ્યા જતા સ્થાનિકોમાં ભાગદોડ મચી ગઇ હતી. જોકે તાત્કાલિક એનિમલ લાઈફ કેરને આ જાણ થતા વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ વિજય ડાભી સ્થળ પર પહોંચી ગયા હતા. અને સતત બે કલાકની જહેમત બાદ  એકટીવામાંથી સાપનું રેસ્ક્યુ કર્યું હતું.

વિજય ડાભીનાં જણાવ્યા મુજબ, રેસ્ક્યુ કરેલ સાપ  વુરુદંતી તરીકે ઓળખવામાં આવે છે.  જે આશરે બે ફૂટનો અને ખૂબ જ ચંચળ હોય છે. અને તેનો મુખ્ય ખોરાક  દેડકાના વંદા ગરોળી પક્ષીનાં ઈંડાં વગેરે છે. ગતરાત્રે વરસાદ આવ્યો હોવાના કારણે સાપ બહાર નીકળ્યો હોય તેવું અનુમાન પણ તેમણે વ્યક્ત કર્યું હતું. અને કહ્યું હતું કે, હાલ ચોમાસાની સીઝન ચાલુ થવામાં છે. જેને લઈને અવારનવાર સાપ નીકળવાનાં કિસ્સા બનશે. ચોમાસાની ઋતુમાં સાપની ઝેરની તીવ્રતા ખૂબ જ વધારે હોય છે એટલે સાપ ઘરમાં આવે કે ક્યાંય પણ જોવા મળે તો સાપ પકડતા નથી આવડતું એને જાતે પકડવાની કોશિશ કરવી નહીં.

વધુમાં તેમણે કહ્યું હતું કે, બધા સાપ ઝેરી હોતા નથી હોતા. માત્ર કોબ્રા, રસલ, વાઈપર, સોસ્કેલવાઇપર, ક્રેટ જેવા અમુક સાપ ઝેરી હોય છે. પરંતુ આ ઝેરી સાપને કયારે પણ જાતે પકડવાની કોશિશ ના કરશો કોઈપણ સરિસૃપ કે વન્ય પ્રાણી જીવ આપણા ઘરમાં આવે તો તેને મારવાને બદલે તાત્કાલિક એનીમલ હેલ્પલાઇનનો સંપર્ક કરવો જોઈએ. આ સાથે સાપ સહિતનાં અન્ય જીવોને બચાવવાની અપીલ પણ તેમણે કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud