• વડોદરા જિલ્લા એસ.ઓ.જી પી.આઇ અજય દેસાઇની પત્ની છેલ્લા દોઢ મહિનાથી રહસ્યમય સંજોગોમાં ગુમ
  • વડોદરા જિલ્લા પોલીસ તપાસમાં નિષ્ફળ જતાં તપાસ આંચકી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ACP ડી.પી ચુડાસમાને સોંપાઇ
  • સ્વિટી પટેલ ગુમ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દહેજ અને પી.આઇના કરજણ સ્થિત નિવાસ સ્થાને પણ તપાસ હાથ ધરી
  • આવતીકાલે ફોરેન્સીક વિભાગની મુલાકાત લઇ રિપોર્ટની તપાસ કરવામાં આવશે – ACP ડી.પી ચુડાસમા

WatchGujarat. રાજ્યભરમાં ચકચાર મચાવી રહેલા સ્વિટી પટેલ કેસની તપાસ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરી રહીં છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એ.સી.પી સહિતની ટીમ તપાસ અર્થે આજે વડોદરા આવી પહોંચી હતી. જેમાં પી.આઇ અજય દેસાઇના કરજણ સ્થિત નિવાસ સ્થાન અને દહેજના અટાલી ગામ, જ્યાંથી માનવ હાળકા મળી આવ્યાં હતા, તે બન્ને સ્થળ તપાસ કરવામાં આવી હતી. તદ્દઉપરાંત આ મામલે તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહીં છે.

સ્વિટી પટેલ ગુમ મામલાની તપાસ કરી રહેલા અમદાવાદા ક્રાઇમ બ્રાન્ચના ACP ડી.પી ચુડાસમાએ watchgujarat.com સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતુ કે, આ કેસની તપાસ અમે આજથી હાથમાં લઇ શરૂ કરી છે. જેના અનુસંધાને આજ રોજ કરજણ સ્થિત સ્વિટી પટેલ અને અજય દેસાઇના નિવાસ સ્થાને તપાસ હાથ ધરવામાં આવી હતી.

વધુમાં તેઓએ જણાવ્યું કે, જે સ્થળેથી (દહેજના અટાલી ગામે) હાડકા મળી આવ્યાં હતા. તે સ્થળની પણ તપાસ કરી પંચનામુ કરવામાં આવ્યું છે. આવતીકાલે ફોરેન્સિક રિપોર્ટ અંગે તપાસ કરવામાં આવશે. આ કેસના તમામ જરૂરી પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહીં છે.

ઉલ્લેખનીય છે કે, સ્વિટી પટેલ ગુમ થયા મામલે પોલીસે પતિ અજય દેસાઇનો પોલીગ્રાફી ટેસ્ટ અને નાર્કોટેસ્ટ કરાવ્યો હતો. જેના રિપોર્ટ પર સૌ કોઇની નજર છે. તેમજ આ કેસમાં દહેજ સ્થિત અટાલી ગામેથી મળેલા હાળકાની પુષ્ટી કરવા માટે DNA  તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યાં છે. જોકે આ તમામ ફોરેન્સિક રિપોર્ટ આ કેસમાં મહત્વ સાબીત થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud