#અમદાવાદ: નવરાત્રીના હવે નજીક આવી રહી છે. પણ કોરોના વાયરસની સ્થિતિ વધુ ખરાબ થઇ રહી છે. તેવામાં સરકાર કોરોના કાળમાં ગરબા રમવાને લઇને મંજુરી આપશે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જોકે ગુજરાત સરકાર રાજ્યમાં નવરાત્રીમાં છુટ આપવા અંગે વિચારણા કરી રહી છે તેવું જણાવ્યું છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા પ્રમાણે નવરાત્રી જીવન જરૂરીયાત વસ્તુ નથી કે પછી તેના વગર નહી ચાલે એવું પણ નથી. તેમણે કહ્યું કે જીવતા રહેશો તો આવતા વર્ષે ગરબા રમી શકશો. પણ જો ગરબા આ વખતે થશે તો કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરશે.

અમદાવાદ મેડિકલ એસોસિએશને CM રૂપાણીને લખ્યો પત્ર
અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ મોના દેસાઈએ જણાવ્યું કે ગરબા શોખની વસ્તુ નથી. પણ જો તમે જીવતા રહેશો તો આવતા વર્ષે પણ ગરબા રમી શકશો. આ અંગે એસોસિએશને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને વિનંતી કરી છે કે ગરબા રમવા માટે આ વખતે પરવાનગી આપશે તો કેવી પરિસ્થિતી ઉભી થશે.

પ્રમુખના કહેવા પ્રમાણે “ડૉક્ટર્સ સતત 6 મહિનાથી કોરોના મહામારી સામે લડી રહ્યા છે અને દર્દીઓની સતત સેવા કરી રહ્યા છે. ડૉક્ટર્સ થાકી ગયા છે પણ તેમ છતાં અમે હસતા રહીએ છીએ. તમે (સરકારે) ઘણા સારા નિર્ણયો લીધા છે. જેમકે રથયાત્રા, ઇદ સહીત ઘણા તહેવારોને તમે મંજુરી ન આપીને સરકારે કોરોના કેસ વધતા અટકાવ્યા છે.

લોકોએ ડૉક્ટરોને પણ વિચાર કરવો જોઇએ કે તે પણ એક મનુષ્ય છે. અમને પણ ગરબાનો શોખ છે. પણ જો આ સમયે જો ગરબાનું આયોજન થસે તો ગુજરાત અને ખાસ કરીને અમદાવાદને વધુ ઘાતક સાબિત થઇ શકે છે. ત્યારે આ મુદ્રે સરકાર બધાના હિતમાં રહીને વિચારે તેવી અપીલ કરી છે.

ગરબાની પરવાનગીને લઇને સરકાર વિચારી રહી છે : નીતિન પટેલ
તમને જણાવી દઇએ કે થોડા દિવસ પહેલા જ ડેપ્યુટી સી.એમ. નીતિન પટેલે કહ્યું હતું કે કોરોના સામે આપણી લડાઇ હજુ ચાલુ છે. ધાર્મિક તહેવારોની ઉજવણી કરવા સૌવ કોઇ ઇચ્છે છે. આવા સમયે લોકોને કેટલી છુટ આપવી જોઇએ અને કઇ રીતે તેને લઇને સરકાર વિચારી રહી છે.

રાજ્યમાં ગરબાના ઘણા મોટા આયોજકોએ સ્વેચ્છાએ નવરાત્રી નહીં કરવાની જાહેરાત કરી
જોકે ત્યાર બાદ રાજ્યના ઘણા શહેરનો મોટા ગરબાના આયોજકોએ આ વર્ષે નવરાત્રીનું આયોજન ન કરવાની સ્વેછાએ જાહેરાત કરી દીધી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે સરકાર શું નિર્ણય લે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud