આણંદ SOG ટીમે મંગળપુરા વિસ્તારમાં આવેલા અતિથિ એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો હતો.
દરોડામાં પોલીસને 106 યુનિ.ની બનવાટી માર્કશીટ, ગુજરાત બોર્ડની 16 માર્કશીટ/સર્ટીફીકેટ અને 30 પાસપોર્ટ તેમજ રૂ. 22.50 લાખ રોકડા મળ્યાં
વિદેશ જવા ઇચ્છુક લોકોને બનાવટી માર્કશીટના આધારે મોકલવાનુ ચાલી રહ્યું હતુ રેકેટ
પોલીસે કનુ રબારીની પુછપરછ કરતા વડોદરાના આદિત્ય પટેલ અને હિરેન ઉર્ફે સોનુ સાઠમની સંડોવણી બહાર આવતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી
WatchGujarat તાજેતરમાં જ વડોદરા પોલીસે રાજ્યવ્યાપી બોગસ માર્કશીટનુ કૌભાંડ ઝડપી પાડ્યું હતુ. તેવામાં આણંદ SOGને મળેલી માહિતી અનુસાર, મંગળપુરાના એક ફ્લેટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ફ્લેટમાં વિદેશ જવા ઇચ્છુકોને બોગસ માર્કશીટના આધારે મોકલવાનુ રેકેટ ચાલતુ હોવાનુ ખુલ્યું હતુ. જેથી પોલીસે એક શખ્સની અટકાયત કરી પુછતાછ હાથ ધરી હતી અને ફ્લેટમાં ચાલતી વીઝા કન્સલટન્ટ ઓફીસમાંથી બનાવટી માર્કશીટનો જથ્થો અને રૂ. 22.50 લાખની રોકડ રકમ મળી રૂ. 23.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વડોદરાના બે ભેજાબાજોને પણ પોલીસે ઝડપી પાડ્યાં હતા. #Anand
Anand એસોજી પોલીસને માહિતી મળી હતી કે મંગળપુરા વિસ્તારમાં આવેલા અતિથિ એપાર્ટમેન્ટમાં કનુભાઇ રજાભાઇ રબારી ખોડલ કન્સલટન્સી ચલાવી વિદેશ જવા ઇચ્છુકોને બનાવટી માર્કશીટ અને દસ્તાવેજો બનાવી પુરા પાડે છે. SOGને મળેલી બાતમીના આધારે રહેણાંક ફ્લેટમાં ચાલતા ખોડલ કન્સલટન્સીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા માં પોલીસને કનુ રબારી હાજર મળી આવ્યો હતો. પોલીસે ટેબલ પર પડેલા કવર અને અન્ય દસ્તાવેજો અંગે પુછતા કનુ સંતોષકાર જવાબ આપી શક્યો ન હતો. જેથી તપાસ કરતા MSU, SP યુનિ. સહીત રાજ્યની અનેક યુનિ.ની બોગસ માર્કશીટનો જથ્થો અને સિક્કા મળી આવ્યાં હતા. તદઉપરાંત રબર સ્ટેમ્પ બનાવવાનુ ઇલેકટ્રીક મશીન, સરકારી ઓફીસોના રબર સ્ટેમ્પ સહીત, જુદા જુદા નામ સરનામા વાળા 30 પાસપોર્ટ અને રૂ. 22.50 લાખની રોકડ રકમ મળી આવી હતી.
પોલીસે આ અંગે કનુ રબારીની પુછપરછ કરતા વડોદરા ખાતે રહેતા આદિત્ય ચંદ્રવદન પટેલના સંપર્કથી હીરેન ઉર્ફે સાનુ ચન્દ્રકાંત સાઠમ મારફતે વિદેશ જવા ઇચ્છુકોની જરૂરીયાત મૂજબ બનાવટી દસ્તાવેજો બનાવ્યાં હોવાનુ જણાવ્યું હતુ. જેથી પોલીસે કનુ રબારી વડોદરાના આદિત્ય ચન્દ્રવદન પટેલ અને હિરેન ઉર્ફે સોનુ ચન્દ્રકાંત સાઠમ વિરૂદ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. #Anand
પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લાં બે-ત્રણ મહિનાથી કનુભાઈ રબારી દ્વારા આ ફ્લેટ ભાડેથી રાખીને આ ગોરખધંધા કરવામાં આવતાં હતા. અત્યાર સુધીમાં તેણે કેટલા વ્યક્તિઓને પૈસા લઈને આ બનાવટી માર્કશીટો બનાવી આપી છે અને આ માર્કશીટોના આધારે કોણે શું લાભ મેળવ્યો છે જેવી બાબતોની તલસ્પર્શી તપાસ હાથ ઘરવામાં આવી છે. #Anand
પોલીસને ફ્લેટમાંથી 22.50 લાખની રોકડ સહીત ક્યા દસ્તાવેજો અને સાધનો મળ્યાં
જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓની બનાવટી 106 માર્કશીટ અને સર્ટીફીકેટ
જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓની અસલ 16 માર્કશીટ અને સર્ટીફીકેટ
30 ભારતીય પાસપોર્ટ
રૂ. 22. 50 લાખની રોકડ રકમ
3 મોબાઇલ ફોન
1 કોમ્પ્યૂટર, સીપીયુ, પ્રીન્ટર, 4 પેનડ્રાઇવ, લેમિનેશન મશીન, રબર સ્ટેમ્પ બનાવવાનુ મશીન
વિવિધ યુનિ. તેમજ કોલેજ અને સરકારી ઓફીસના કુલ 57 રબર સ્ટેમ્પ
સહીત અનેક સ્ટેશનરી મટીરીયલ પોલીસને મળી આવતા કુલ રૂ. 23,56,800નો મુદ્દામાલ જપ્ત કર્યો.
More #Khodal #Consultancy #Fake Marksheet #Scam #MSU #Anand #SOG #Vadodara News