સુરત ઇચ્છપોર સ્થિત ભાથા ગામમાં છેલ્લા ચાર વર્ષથી જુદી-જુદી રાજકીય પાર્ટીના પ્રચાર-પ્રસારના ચૂંટણી સાહિત્ય તૈયાર કરવામાં આવે છે.
દિલ્હી સહીત અન્ય રાજ્યોમાંથી વર્ષ દરમિયાન ઓર્ડરો મળતા હોય છે.
ગુજરાત સહીત 11 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર થઇ પણ વેપારીઓને માંડ ટકા ઓર્ડર મળ્યો છે.
સુરત. ગુજરાત સહિત 11 રાજ્યોની વિધાનસભા પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. આ સાથે બિહાર વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે. જો કે ચૂંટણી પ્રચારના સાહિત્ય બજારમાં જોઈએ તેવી ડિમાન્ડ હાલ જોવા મળી રહી નથી. જેને લઈ ચૂંટણી પ્રચાર - પ્રસારના સાહિત્ય બનાવતા વેપારીઓમાં ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે. તેમ છતાં ઓર્ડરની આશાએ અલગ અલગ રાજકીય પાર્ટીના સાહિત્ય સુરતના વેપારી દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે. વેપારીના જણાવ્યા પ્રમાણે માત્ર દસ ટકા જેટલો જ વેપાર હાલ થઈ રહ્યો છે.
સુરતના ઇચ્છપોર સ્થિત ભાથા ગામમાં છેલ્લા ચાર વર્ષથી અલગ અલગ રાજકીય પાર્ટીના પ્રચાર-પ્રસારના ચૂંટણી સાહિત્ય બનાવતા વેપારીને દિલ્લી સહિત અલગ અલગ રાજ્યોમાંથી વર્ષ દરમ્યાન ઓર્ડરો મળતા હોય છે. હાલ જ ચૂંટણી કમિશન દ્વારા ગુજરાત સહિત 11 રાજ્યોની વિધાનસભાની પેટાચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે. સામાન્ય રીતે ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં અલગ અલગ રાજ્યના વેપારીઓ દ્વારા સુરતના વેપારીને ઓર્ડરો આપવામાં આવે છે.
પરંતુ વર્તમાન સ્થિતિમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ હોવા છતાં કોઈ ચોક્કસ ઓર્ડરો જથ્થાબંધ પ્રમાણમાં મળ્યા નથી. જ્યાં માંડ માંડ દસ ટકા જેટલો વેપાર જોવા મળી રહ્યો છે. જેની પાછળ કોરોનાની મહામારી જવાબદાર માનવામાં આવી રહી છે. જો કે તેમ છતાં ડિમાન્ડની આશાએ જુદી જુદી રાજકીય પાર્ટીના ચૂંટણી પ્રચારના સાહિત્ય હમણાંથી જ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી મોદી માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે મોબાઈલ પોકેટ,ખેંશ,ટી-શર્ટ, ઝંડા સહિતના સાહિત્ય હાલ તૈયાર કરવામાં આવ્યા છે.