• કોરોના સામે રૂપિયા કોઈ કામના નથી મારે હવે મારી જવું છેઃ તેમ કહી હવામાં આધેડે રૂપિયા ઉડાવ્યા
  • કોરોનાકાળથી ત્રસ્ત વ્યક્તિ આપઘાત કરવા નીકળ્યોઃ ટ્રાફિક પોલીસે બચાવી લીધો
  • વાલિયા ચોકડી બ્રિજ પરથી નોટો ઉડાવનાર આધેડ ડેડીયાપાડાના ઝાંખ ગામનો રહીશ
  • લોકો વીડિયો ઉતારવામાં વ્યસ્ત રહ્યા, કેલટલાક તો રૂપિયા લઈને છૂ મંતર થઈ ગયા
  • પોલીસે પૂછતાં પારિવારિક સમસ્યા અને કોરોનાથી માનસિક અસ્વસ્થ આડેધે આ પગલું ભર્યું, પોલીસે પરિવારને સોંપ્યો

WatchGujarat. અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર વાલિયા ચોકડી સ્થિત બ્રિજ પરથી એક માનસિક અસ્વસ્થ આડેધ હવામાં રૂપિયા ઉડાવી કોરોના સામે રૂપિયા કોઈ કામના નથી મારે હવે મારી જવું છે. તેવી બૂમો પાડી આપઘાત કરાવાની ધમકી આપી રહ્યો હતો. ડેડિયાપાડા તાલુકાના ઝાંખ ગામનો રહીશ 70 કિમી દૂર અંકલેશ્વરમાં આપઘાત કરવા જતાં સ્થળ પર હાજર ટ્રાફિક પોલીસે તને બચાવી લીધો હતો. બાદમાં પરિવારજને સોંપ્યો હતો.

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલા ઝાંખ ગામનો વડતી વિજય બાડીયાભાઈ વસાવા કોરોનાની બીકે અને પારિવારિક સમસ્યાના કારણે માનસિક અસ્વસ્થ થઈ ગયો હતો. જે રવિવારે બપોરના સમયે અંકલેશ્વરના વાલિયા ચોકડી સ્થિત ઓવર બ્રિજ પર ચઢી ગયો હતો. ત્યાંથી આપઘાત કરવા છલાંગ લગાવવા પ્રયાસ કરી રહ્યો હતો. એટલું જ નહીં.

આડેધ પોતના હાથમાં રહેલી થેલીમાંથી પૈસા હવામાં ઉડાવી રહ્યો હતો. અને કહી રહ્યો હતો કે, હાલમાં પૈસા કોઈ કામના નથી. કોરોના કાળથી સહુ કોઈ ત્રસ્ત છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નાણાં ખર્ચવા છતાં પણ સ્વજનનો જીવ બચાવી શકતા નથી. લોકો કોરોના સામે જંગ હારી રહ્યાં છે. આ વ્યક્તિ પોતના હાથમાં રહેલા પૈસા ઉડાવી રહ્યો હતો. જે નીચે ઉભેલા લોકો પૈસા વીણી રહ્યા હતા તો કેટલાંક વીડિયો ઉતારવામાં વ્યસ્ત હતા.

અડધો કલાક ઉપરાંત ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામામાં વાલિયા ચોકડી ખાતે ફરજ બજાવી રહેલા ટ્રાફિક વિભાગના પોલીસ કોન્સ્ટેનબલ ફારેશ અને સાથી બી.ટી.ઈ.ટીના જવાનોએ તેને નીચેથી પ્રથમ સમજવાનો પ્રયાસ કર્યો હતો. જો કૂદે તો નીચે રહેલા સળિયાથી ઈજા થાય તેમ હોવાથી પહેલાં સળિયા હટાવ્યા હતા. લોકોએ બૂમો પાડીને આધેડને રોકી રાખ્યો હતો. બાદમાં પોલીસ કોન્સ્ટેબલે બ્રિજ પર દોડી જઈ આધેડને ભારે જહેમતે નીચે ઉતરી લાવ્યા હતા.

સમગ્ર મામલે પોલીસ કોન્સેટબલ ફારેશભાઈએ જણાવ્યું હતું કે, પારિવારિક સમસ્યા અને કોરોનાકાળથી માનસિક અસ્વસ્થ આડેધે રૂપિયા ઉડાવી આપઘાતનો પ્રયાસ હતો. અન્ય લોકોની મદદથી તેને ખેંચી નીચે લાવ્યા હતા. ભારે સમજાવટ કરી તેને વિશ્વાસમાં લીધા બાદ તેની પાસે રહેલા 2 મોબાઈલ મેળવી લીધા હતા. જે બંધ હોય તેને ચાર્જ કરી પરિજનોનો સંપર્ક કર્યો હતો. બાદમાં પરિવારને બોલાવી તેને સોંપ્યો હતો. તેણે અંદાજિત 3 થી 5 હજાર રૂપિયા હવામાં ઉડાવ્યા હતા. જે લોકોએ લીધા હતા તેમને સમજાવી રૂપિયા પરત મેળવી આપ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud