• 4 ફાયર ટેન્ડરની મદદથી આગ પર દોઢ કલાકે કાબુ મેળવાયો
  • ભંગારના ગોડાઉન બહાર પડેલા કચરા અને વેસ્ટના જથ્થામાં આગ ભભૂકી
  • છેલ્લા 5 વર્ષ થી ભંગાર માર્કેટમાં શિયાળો શરૂ થતા આગની ઘટતી ઘટનાઓ

ઔદ્યોગિક ગઢ ભરૂચમાં આગજનીનો સિલસિલો : Ankleshwar નવજીવન સ્ક્રેપ યાર્ડમાં સપ્તાહમાં બીજીવાર આગ

WatchGujarat. ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં દિવાળી પુરી થઈ ને હવે દેવદિવાળી આવી ગઈ છે ત્યાં આગજનીનો સિલસિલો ઉદ્યોગો તેમજ અન્ય સ્થળોએ સમવાનું નામ લેતો નથી. #Ankleshwar

શનિવારે ઝઘડિયાની એશિયાટિક કંપનીમાં આગ ભભૂકી ઊઠ્યાંને 24 કલાક વિત્યા ન હતા ત્યાં રવિવારે સપ્તાહમાં બીજી વખત નવજીવન સ્ક્રેપ યાર્ડમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ભંગારના ગોડાઉનમાં સપ્તાહમાં આગનો બીજો બનાવ સામે આવ્યો છે ત્યારે યર એન્ડમાં લાગતી આગોની કતારો તપાસનો વિષય બની રહી છે.

ઔદ્યોગિક ગઢ ભરૂચમાં આગજનીનો સિલસિલો : Ankleshwar નવજીવન સ્ક્રેપ યાર્ડમાં સપ્તાહમાં બીજીવાર આગ

અંકલેશ્વર માં રવિવાર ના બપોરે નેશનલ હાઇવે નંબર 48 પર નવજીવન ચોકડી પર આવેલ સ્ક્રેપ યાર્ડમાં બપોર ના સુમારે આગ ભભૂકી ઉઠી હતી. સ્ક્રેપ યાર્ડ માં ભંગાર ના ગોડાઉન બહાર પડેલા પુઠ્ઠાં સહીત સ્ક્રેપ ના જથ્થામાં આગ લાગી હતી જે જોતા જોતા આજુબાજુ વિસ્તાર માં ફેલાઈ ને ભયાવહ રૂપ ધારણ કરી લીધું હતું અને આગ વધુ વિકરાળ બની હતી જે અંગે સ્થનિક ભંગાર ના વેપારીઓ ડી.પી.એમ.સી જાણ કરતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમની મદદે પાનોલી તેમજ અંકલેશ્વર નગરપાલિકા ફાયર કાફલો પણ દોડી આવ્યો હતો.

ઔદ્યોગિક ગઢ ભરૂચમાં આગજનીનો સિલસિલો : Ankleshwar નવજીવન સ્ક્રેપ યાર્ડમાં સપ્તાહમાં બીજીવાર આગ

4 જેટલા ફાયર ટેન્ડર વડે આગ પર કાબુ મેળવા ના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આગ લાગી તે સ્થળ પર ફાયર ટેન્ડરો ને પહોંચવું પણ મુશ્કેલ બન્યું હતું સાંકળી ગલી ને ગીચતાને લઇ ફાયર ટેન્ડરો માંડ માંડ પહોંચ્યા હતા. દોઢ કલાકની જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. ધણી -ધોરી વગર ની ખુલ્લી જગ્યા માં લાગેલ આગ માં કોઈજ ભંગારીયા જવાબદારી સ્વીકાર કરવાનો ઇન્કાર કર્યો હતો જેને લઇ આગનું કારણ અંક બંધ રહેવા પામ્યું હતું. જો કે છેલ્લા એક સપ્તાહ માં ભંગારના ગોડાઉન આગ ની આ બીજી ઘટના સામે આવી છે અગાવ તાપી લોક પાસે બંધ ભંગાર ના ગોડાઉન માં આગ લઇ હતી તો દિવાળી પૂર્વે પણ નવજીવન ભંગાર માર્કેટ આગ લાગી હતી. જે જોતા છેલ્લા 5 વર્ષ થી શિયાળાની શરૂઆત થતાંજ દિવાળી સમયે અલગ અલગ ભંગાર માર્કેટ આગનો સિલસિલો જોવા મળે છે.

More #Ankleshwar #Bharuch News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud