સોડિયમ હાઇપોક્લોરાઇડ સોલ્યુશનના ડ્રમ ટ્રોલીમાં સિફટિંગ વેળા ઘટના ઘટી હતી
ડ્રમ ફાટતા એક કામદારના બે હાથે ફેક્ચર સાથે બન્ને હેલ્પરો શરીરે કેમિકલ ઉડતા દાઝ્યા
[caption id="attachment_1403354" align="aligncenter" width="640"] Ankleshwar Zydus Cadila Health Care[/caption]
WatchGujarat. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ઝાયડ્સ કેડીલા હેલ્થકેરમાં શનિવારે હાઇપો સોલ્યુશનનું ડ્રમ ફાટતા બે હેલ્પર ગંભીર રીતે ઘવાતા જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
ઝાયડ્સ કેડીલા હેલ્થ કેર યુનિટ 2 માં શનિવારે સોડીયમ હાઇપો ક્લોરાઇડ સોલ્યુશનના ડ્રમ ટ્રોલીમાં સિફટિંગ કરવામાં આવી રહ્યાં હતાં. જે વેળા એક ડ્રમ અચાનક ફાટતા બે હેલ્પરના હાથે અને શરીરે ગંભીર ઇજા થવા સાથે હાઇપો સોલ્યુશન પડતા દાઝી ગયા હતા. જોકે સદનસીબે અન્ય ડ્રમ બચી જતા મોટી દુર્ઘટના સર્જાતા ટળી ગઈ હતી.
ઘટનામાં ભડકોદ્રા રહેતા 53 વર્ષીય જોગીદ્ર રાજભાનસિંહ શુકલાને બન્ને હાથે ફેક્ચર સાથે વલણના 52 વર્ષીય યુસુફ મુસા પટેલને પણ શરીર પર કેમિકલ પડતા દાઝી ગયા હતા. બન્ને કામદારોને તાત્કાલિક જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે ફેકટરી ઇન્સ્પેકટર અને જીઆઇડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સોડિયમ હાઇપો ક્લોરાઇડ સોલ્યુશન જલદ હોય છે જેનો ઉપયોગ બ્લીચિંગની જેમ થાય છે. જો વધુ ડ્રમ ચપેટમાં આવી ફાટયા હોત તો જાનહની સર્જાઈ શક્ત જેને નકારી શકાય નહીં.