જિલ્લા આયોજન મંડળના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે જશુ પટેલ તેમના સમર્થકો સાથે કલેકટર કચેરીએ પહોંચ્યાં હતા.
આયોજન અધિકારી દ્વારા 10 ટકા રકમ લઇ કામો મંજુર કરાતા હોવાનો પણ આક્ષેપ
અરવલ્લી. બાયડ ધારાસભ્ય જશુ પટેલ દ્વારા આયોજનના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અને આ સાથે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેમની રજુઆતને યોગ્ય પ્રતિસાદ ન મળતા તેમણે કચેરીમાં શર્ટ કાઢી રામધુન શરૂ કરી હતી. જોકે પોલીસે વિરોધ કરતા ધારાસભ્ય સહીત 15 કાર્યકરોની અટકાયત કરી હતી.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ બાયડના કોંગી ધારાસભ્ય જશુભાઈ પટેલ જીલ્લા આયોજન મંડળના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો તેમજ આયોજન અધિકારી દ્વારા 10 ટકા લઇ કામો મંજુર કરવામાં આવતા હોવાનાં આક્ષેપ સાથે કલેકટરને રજૂઆત કરવા પહોચ્યા હતા. ત્યારે કલેક્ટરના જવાબથી અસંતોષ થતા ધારાસભ્ય કલેકટરની ચેમ્બરમાં નીચે જમીન ઉપર બેસી ગયા હતા અને વિરોધ કર્યો હતો.
જેમાં તેઓ કલેકટર કચેરી બહાર શર્ટ કાઢી બેસી ગયા હતા. તેમની સાથે કોંગ્રેસ પ્રમુખ સહીત કાર્યકરો પણ જોડાયા હતા. અને રામધુન બોલાવવા લાગ્યા હતા. જેને પગલે પોલીસ દોડી ગઈ હતી. અને ધારાસભ્ય સહીત 15 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.
સમગ્ર મામલે જીલ્લા આયોજન અધિકારીએ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે સરકારના નિયમ મુજબ નિયમ મુજબ પ્રભારી મંત્રી ધારાસભ્યો સહીત નક્કી કરેલી કમિટીની ભલામણ મુજબ કામો મંજુર કરવામાં આવ્યા છે. તેમજ ધારાસભ્યને હાલ સુધી સરકાર દ્વારા એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી નથી.
- જિલ્લા આયોજન મંડળના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે જશુ પટેલ તેમના સમર્થકો સાથે કલેકટર કચેરીએ પહોંચ્યાં હતા.
- આયોજન અધિકારી દ્વારા 10 ટકા રકમ લઇ કામો મંજુર કરાતા હોવાનો પણ આક્ષેપ