મુંબઇથી 1 કીલો મેથામ્ફેટામાઇન ડ્રગ્સ લઇ બસ મારફતે સુલ્તાન અમદાવાદ પહોંચ્યો હતો.
ગત તા. 18 જાન્યુઆરીના રોજ અજમેર શરીફ દરગાહના ખાદીમ વસીમે મુંબઇ શાલીમાર હોટલ પર મેથામ્ફેટામાઇનનુ પાર્સલ પહોંચાડ્યું હતુ.
ગુજરાત ATSએ બાતમીના આધારે મુંબઇના સુલ્તાન શેખની ધરપકડ કરી
WatchGujarat રાજ્યમાં ડ્રગ્સના ચાલતા વેપલાને ડામવા માટે પોલીસ સર્તકતા દાખવી રહીં છે. ત્યારે મુંબઇથી અમદાવાદ આવેલો સુલ્તાન મેથામ્ફેટામાઇન ડ્રગ્સની ડીલીવરી કરી તે પહેલા જ ગુજરાત ATSએ તેને ઝડપી પાડ્યો હતો. સુલ્તાન પાસેથી રૂ. 5 કરોડની કિંમતનુ ડ્રગ્સ મળી આવતી તેની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતના ATSને ચોક્કસ બાતમી મળી હતી કે મુંબઇથી બસમાં અમદાવાદ આવનાર એક શખ્સ શહેરમાં મેથામ્ફેટામાઇન ડ્રગ્સની ડીલીવરી પહોંચાડવાનો છે. બાતમીના આધારે ATSની ટીમ કેરીયરને પકડવા માટે કામે લાગી હતી. દરમિયાન બાતમી મૂજબની વર્ણવાળી વ્યક્તિ દેખાતા તેની અટકાયત કરી પુછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે પોતાનુ નામ સુલ્તાન શેખ અને મુંબઇનો રહેવાસી હોવાનુ જણાવ્યું હતુ. સુલ્તાનની ઝડતી લેતા તેની પાસેની બેગમાંથી એક કીલો ગ્રામ જેટલુ ડ્રગ્સ મળી આવ્યું હતુ. જેની ખાતરી કરતા બેગમાંથી મળેલુ ડ્રગ્સ મેથામ્ફેટામાઇન હોવાનુ જણાઇ આવ્યું હતુ.
ગુજરાત ATSની ટીમે ઝડપી પાડેલા સુલ્તાનની આ મામલે પુછપરછ કરતા તેણે જણાવ્યું હતુ કે, ગત તા .18 જાન્યુઆરીના રોજ અજમેર શરીફ દરગાહના ખાદીમ વસીમે તેના માણસ મારફતે મુંબઇની શાલીમાર હોટલમાં આ ડ્રગ્સનો જથ્થો પહોંચાડ્યો હતો. જે લઇને તે મુંબઇથી મનીષા ટ્રાવેલ્સમાં બેસી અમદાવાદ પહોંચ્યો હતો. અમદાવાદ આવ્યાં બાદ મેથામ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો શહેરના મુસા સુહાગ કબ્રસ્તાનની બાજુમાં આવેલા મંદિર નજીક લાલ ટી-શર્ટમાં ઉભેલી વ્યક્તિને આપવાનો હતો.
સુલ્તાન પાસેથી મળી આવેલા મેથામ્ફેટામાઇન ડ્રગ્સની આંતરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 5 કરોડ હોવાનુ જાણવા મળ્યું હતુ.
More #ATS #arrested #sultan #1-kg-drugs #worth #5-crore #Gujaratinews #Watchgujarat