• બુધવારે રાતે ATM ઉપર નાણાં ઉપાડવા જાવ તો તમારા બેંક એકાઉન્ટ સાથે રજીસ્ટર્ડ મોબાઈલ લઈ જવાનું ન ભૂલતા
  • સાયબર ફ્રોડ, ATM ઉપર ઠગાઈ, પિન મેળવી થતી ચિટિંગ સામે બેંકોનો ગ્રાહકોને રક્ષણ આપવા સુરક્ષામાં વધારો
  • 9 જૂનથી કેટલીક રાષ્ટ્રીયકૃત બેંકો સહિતે લાગુ કર્યું સેફટી ફીચર

WatchGujarat. વધતા સાયબર ફ્રોડ અને ATM સેન્ટરો ઉપર પિન-કાર્ડ મેળવી થતી છેતરપિંડી સામે રક્ષણ આપવા રાષ્ટ્રીયકૃત બેન્કોએ સેફટી ફીચર તરીકે 9 જૂન બુધવારથી રાતે 11 થી સવારે 7 સુધી મોબાઈલ OTP વગર ₹5000 થી વધુ નાણાં નહિ ઉપડી શકશે.

ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સાથે સાયબર ચિટિંગ અને ATM ફ્રોડના ગુનાઓ વધી રહ્યાં છે. બેંકોના ATM ઉપર મદદ ના નામે પિન મેળવી કે ATM કાર્ડ ક્લોન કરી કરાતી છેતપિંડીના કિસ્સા ચિંતાજનક વધી રહ્યાં છે. વળી, રાત્રી સમયે નિર્જન રહેતા ATM ઉપર રૂપિયા ઉપાડવા જતા લોકોને લૂંટી ATM કાર્ડ છીનવી નાણાં ઉપાડી લેવાના પણ કેટલાય કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેને લઈ પોલીસ સાથે બેંક પણ તેના ગ્રાહકોને SMS તેમજ MAIL થકી વખતો વખત સતર્ક કરતી રહે છે.

હવે ATM ફ્રોડથી પોતાના ગ્રાહકોને બચાવવા અને સુરક્ષા પ્રદાન કરવા 9 જૂન બુધવારથી નેશનલાઈઝ બેંકોએ તેમના ગ્રાહકોને મેસેજ અને મેઈલ મોકલી સિક્યુરિટીના નવા ફ્યુચરથી વાકેફ કર્યાં છે. ગુરૂવારથી કેટલીય બેંકોના ATM ઉપર તમે રાતે 11 થી સવારે 7 કલાક સુધી માત્ર ATM કાર્ડ અને પિન ઉપર ₹5000 કે તેથી વધુ રૂપિયા ઉપાડી શકશો નહિ.

₹ 5000 કે તેથી વધુ નાણાં ઉપાડવા માટે ગ્રાહકે પોતાના ATM પિન સાથે રજીસ્ટર્ડ મોબાઈલ પણ લઈ ને જવું પડશે. જેના પર OTP જનરેટ થશે તે ATM માં પિન બાદ નાખ્યા પછી જ તમને મશીન માંથી રૂપિયા મળી શકશે. જો રાતે 11 થી સવારે 7 સુધીમાં તમે OTP નહિ નાખો તો નાણાં નીકળશે નહિ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud