• રવિવારે રાતે ઘરમાં ઘુસી પડોશીની પત્ની સાથે જબરજસ્તી કરતા પરિવારનો ઠપકો, સોમવારે મજાવવા જતા પાડોશીએ રિક્ષામાંથી છરો કાઢી પતિને પતાવી દીધો
  • વચ્ચે છોડાવવા પડેલા મૃતકના ભાઈને પણ હાથમાં ઇજા થતાં લોહીલુહાણ, હત્યારા આરોપીને પણ માથામાં ઇજા થતાં ગંભીર
  • શેખ પરિવારમાં રવિવારે શાદીનો પ્રસંગ પત્યાના બીજા જ દિવસે માતમનો માહોલ
  • અગાઉ પણ આરોપી આસીફને મૃતક ઐયુબભાઈ અને તેમના પરિવારે પોતાની પત્નીને છેડતા હોય સમજાવ્યો હતો
(મૃતક ઐયુબ શેખની ફાઇલ તસ્વીર)

WatchGujarat. ભરૂચના મુસ્લિમ ચુનારવાડમાં રહેતા શેખ પરિવારને ત્યાં રવિવારે શાદીનો સુખદ પ્રસંગ પત્યા બાદ સોમવારે ખેલાયેલા ખૂની ખેલથી માતમનો માહોલ છવાઈ ગયો છે. ઘરમાં રાતે ઘુસી પત્ની સાથે જબરજસ્તી કરતા રીક્ષા ચલાવતા વિસ્તારના જ પાડોશીને પતિએ આપેલા ઠપકાની રીશ રાખી સોમવારે રિક્ષામાંથી છરો કાઢી પતિની છાતીમાં ઘુસાડી સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધો હતો. વચ્ચે છોડાવવા પડેલા મૃતકના ભાઈને પણ છરો હાથમાં વાગવા સાથે હત્યારાને પણ માથામા ગંભીર ઇજા પોહચી હતી.

શહેરના મુસ્લિમ ચુનારવાડમાં રહેતા ઐયુબ અબ્દુલ હમીદ શેખ અગાઉ ડ્રાઇવિંગ કરતા હતા જે બાદ ચાની લારી ચલાવ્યા બાદ મકાનોના નાના/મોટા કોન્ટ્રાકટનું કામ કરતા હતા. જ્યારે તેઓના ભાઈ મજીદ શેખ લાલબજારમાં જ ચાની લારી ચલાવે છે.

(મૃતકનો ઇજાગ્રસ્ત ભાઈ મજીદ અને પુત્ર)

રવિવારે જ મજીદ શેખની દીકરીની શાદી હતી. રાતના સમયે વિસ્તારમાં જ રહેતો આસીફ હૈદર મન્સૂરી ઐયુબ ભાઈના ઘરમાં ઘુસી આવી તેમની પત્ની સાથે જબરજસ્તી કરતો હતો. જેને સમજાવી આવું નહિ કરવા ઠપકો આપ્યો હતો.  સોમવારે લાલબજાર ચોકમાં જ રીક્ષા ચલાવતા અને શેખ પરિવારન ઘરમાં જ ખાતા-પિતા માથાભારે આસીફ મન્સૂરીને ઐયુબભાઈ સમજાવવા જતા આસિફે ઝઘડો કર્યો હતો.

જેની જાણ ઘરે રહેલા મજીદભાઈને થતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. ઉશ્કેરાયેલા આસિફે રિક્ષામાંથી છરો કાઢી ઐયુબ ભાઈની છાતીમાં ઘૂસાડી દીધો હતો. જ્યારે વચ્ચે છોડાવવા પડેલા મજીદ ભાઈના હાથમાં પણ છરો મારી દીધો હતો. ઝપાઝપીમાં આસિફને પણ માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જ્યારે ઐયુબ ભાઈનું સ્થળ પર જ મોત થયું હતું. ટોળા ઉમટી પડવા સાથે ઘટનાની જાણ પોલીસને થતા ઇજાગ્રસ્તો અને મૃતકને સિવિલ હોસ્પિટલ ઉપર લવાતા  ત્યાં પણ ભારે ભીડ ભેગી થઈ ગઈ હતી.

હત્યારો આસીફ અગાઉ સાઉથ આફ્રિકા પણ જઈ આવ્યો હતો અને અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો. જે પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોય ખાનગી હોસ્પિટલમાં ખસેડી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ બાદ ઝઘડો અને તેના લીધે ખેલાયેલા આ ખૂની ખેલ અંગેનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud