• મૃતદેહોને પતરાના શેડમાં જ અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી
  • વાવાઝોડા અને વરસાદ વચ્ચે મંગળવારે 10 મૃતદેહોને અગ્નિદાહ અપાયો
  • જોકે કોરોનામાં મૃત્યુ ઘટતા હાલ રાહત

WatchGujarat. રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાનમાં પણ તૌકતે કહેર વર્તાવ્યો છે. પ્રતિ કલાકે 65 કિમીની ઝડપે ફૂંકાતા વાવાઝોડા અને વરસાદના પગલે કોવિડ સ્મશાનમાં ખુલ્લામાં રહેલા હજારો મણ લાકડાનો જથ્થો પલળી ગયો છે.

સ્મશાન સંચાલક ધર્મેશ મિસ્ત્રી અને અન્ય 12 જેટલા સ્વંયસેવકોએ સોમવારે રાતથી જ વરસતા વરસાદ વચ્ચે જેટલા લાકડાઓને પતરાના શેડ અને સલામત સ્થળે ખસેડાય એટલાં પ્રયત્નો કર્યા હતા. જોકે વાવાઝોડા અને રાતથી સતત વરસતા વરસાદ વચ્ચે વધુ લાકડાઓને સલામત સ્થળે ખસેડી શક્યા ન હતા. મૃતદેહોના અંતિમ સંસ્કારમાં પણ વરસાદ અને તૌકતે વાવાઝોડાનું વિઘ્ન નડયું હતું.

ખુલ્લામાં ચિતા બનાવી મૃતદેહના અગ્નિદાહની વ્યવસ્થા સોમવારે રાતથી જ બંધ કરવી પડી હતી. પતરાના શેડ નીચે બનાવેલી લોખંડની ચિત્તાઓ પર સોમવારથી અગ્નિદાહ કરવામાં આવી રહ્યો છે.

જેમાં પણ વાવાઝોડાના પગલે સ્મશાનના શેડના પતરાને નુકશાન થતા સળગતી ચિતા વચ્ચે વરસાદી વિઘ્ન પણ નડયું હતું. જોકે હાલ કોરોનામાં મૃત્યુની સંખ્યા ઘટી હોવાથી સોમવારથી તુફાનના સંકટ વચ્ચે આજે મંગળવારે પણ રાહત રહી હતી. મંગળવારે સાંજ સુધીમાં 10 મૃતદેહો સ્મશાનમાં અંતિમદાહ માટે આવ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud