• સાગમટે સળગતી 9 ચિત્તાઓ, 5 ની અંતિમવિધિની તૈયારીઓ અને 6 એમ્બ્યુલન્સમાં 7 મૃતદેહો કતારમાં
  • દર કલાકે 3 મૃતદેહોથી એમ્બ્યુલન્સની કતારો લાગી
  • સવારે 6 થી બપોરે 2 કલાક સુધીમાં જ 27 મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવ્યા

WatchGujarat. ભરૂચ અને ગુજરાતમાં કોરોનાની બેકાબુ સ્થિતિ વચ્ચે 5 મે સુધી મીની લોકડાઉન લાગુ થઈ ગયું છે. બુધવારે પ્રથમ દિવસે જ પોલીસે આ જાહેરનામાનો અમલ કરાવવાની શરૂઆત સાથે આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ વેપાર-ધંધા, દુકાનો, મોલ્સ, કોમ્પ્લેક્સ બંધ રહેતા સન્નાટો જોવા મળ્યો હતો.

જોકે માર્ગો પર જરૂરી ચીજવસ્તુઓ સાથે લોકોની વાહનો સાથે દોડ યથાવત  જોવા મળી હતી. શહેર અને જિલ્લાના બજારો તો બંધ થઈ ગયા હતા પણ કોવિડ સ્મશાનમાં એમ્બ્યુલન્સની ગુંજ તેમજ સ્વજનોનો વિલાપ અકબંધ જોવા મળ્યો હતો.

મીની લોકડાઉનના પેહલા જ દિવસે સવારaથી કોવિડ સ્મશાનમાં મૃતકોની રફતાર વધતા દર કલાકે 3 મૃતદેહો નોંધાયા હતા. સવારે 6 થી બપોરે 2 કલાક સુધી 27 મૃતદેહો આવી જતા એમ્બ્યુલન્સની કતારો લાગી ગઈ હતી.

જોકે બપોર પછી વેઇટિંગ અને લાઈનો દૂર થઈ જતા કોવિડ સ્મશાને પણ હાલ થોડાક સમય માટે વિરામ લીધો હતો. લાઈન બંધ એમ્બ્યુલન્સમાં રહેલા મૃતદેહો અને હારબંધ સળગતી ચિત્તાઓ વચ્ચે ભરૂચનું સ્મશાન બિહામણું બની ગયું હતું. સાગમટે સળગતી 9 ચિત્તાઓ, 5 ની અંતિમવિધિની તૈયારીઓ અને 6 એમ્બ્યુલન્સમાં 7 મૃતદેહો કતારમાં હતા.

બીજી તરફ હવે ભરૂચમાં સતત વધી રહેલા મૃત્યુ વચ્ચે એમ્બ્યુલન્સની પણ તાતી કમી વર્તાઈ રહી છે. કોરોના દર્દીઓને લાવવા લઈ જવા તેમજ મૃતદેહો માટે એમ્બ્યુલન્સ ટાંચી પડતા બુધવારે કેટલાક સ્વજનો મૃતદેહ કોવિડ સ્મશાનમાં ટેમ્પા અને અન્ય વાહનમાં લઈ આવ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud