• પાંચબત્તી ખાતે રીક્ષા ચાલકોએ રસ્તા સુધારવાની માંગ સાથે ચક્કાજામ સર્જતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી
  • વિરોધ કરી રહેલા રીક્ષા ચાલકોને રસ્તા ઉપરથી હટાવી પોલીસે ટ્રાફિક પૂર્વ વત કર્યો હતો
Bharuch, Auto Driver Protest
Bharuch, Auto Driver Protest

WatchGujarat. ભરૂચમાં રસ્તાઓ પર પડી ગયેલા ખાડાઓ પુરવામાં માર્ગ અને મકાન વિભાગ તથા નગરપાલિકાની ઉદાસીનતા સામે રીકશાચાલકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. પાંચબત્તી ખાતે રીક્ષા ચાલકોએ ખાડામાં બેસી જઈ ખાડામાં ગયેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઈ ગઇ હતી.

ભાંગ્યુ ભાંગ્યુ તોય ભરૂચ હવે વિકસિત શહેર બની રહયું છે પણ ચોમાસું આવતાંની સાથે ભરૂચ ફરીથી ભાંગ્યુ ભાંગ્યુ શહેર બની જાય છે. નગરપાલિકા દર સામાન્ય સભામાં નવા રસ્તાઓ મંજુર કરે છે પણ રસ્તાઓની કામગીરી કેવી થઇ તે જોવાની કોઇ તસ્દી લેતું નથી. એકવાર રસ્તો મંજુર થઇ ગયાં પછી તેરી ભી ચુપ ઓર મેરી ભુ ચુપ જેવી હાલત થઇ જાય છે. પરિણામે કોન્ટ્રાકટરોને લીલાલહેર થઇ જાય છે.નવો રસ્તો બનાવવા ઉપરાંત રસ્તાના રીપેરીંગના નાણા પણ તેઓ પાલિકાની તિજોરીમાંથી ખંખેરી લેતાં હોય છે.

Bharuch, Auto Driver Protest
Bharuch, Auto Driver Protest

ભરૂચ શહેરમાં જયારથી ભુર્ગભ ગટર યોજનાની કામગીરી શરૂ થઇ છે ત્યારથી શહેરીજનોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહયું છે. ભુર્ગભ ગટર માટે વર્ષોથી રસ્તાઓનું ખોદકામ અને પુરાણ, આ બે કામગીરી જ થઇ રહી છે, પણ યોજના હજી પુર્ણ થઇ નથી. શહેરના મોટાભાગના રસ્તાઓ ચોમાસું આવતાની સાથે ધોવાઇ જાય છે.

શનિવારે જય ભારત ઓટો રીક્ષા એસોસિયેશન ખાડામાં ગયેલા માર્ગો મુદ્દે આકમક બન્યું હતું. પાંચબત્તી ખાતે રીક્ષા ચાલકોએ ભેગા થઈ સર્કલ નજીક જ માર્ગોમાં પડેલા ખાડામાં બેસી જઈ તંત્ર સામે ભારે રોષ વ્યકત કર્યો હતો. રીક્ષા ચાલકોના રસ્તા રોકો આંદોલનને લઈ પોલીસ દોડતી થઈ જવા સાથે કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ભારે સમજાવટ બાદ રીક્ષા ચાલકોને માર્ગ પરથી દૂર કરી ટ્રાફિક ફરી ચેતનવંતો કરાયો હતો.

રાજયના માર્ગ અને મકાન વિભાગના નવા વરાયેલા મંત્રી પુર્ણેશ મોદીએ લોકો પાસે ખરાબ રસ્તાઓની વિગતો મંગાવી છે પણ રસ્તાઓના રીપેરીંગ માટેનું મુહુર્ત તારીખ પહેલી ઓકટોબરનું કાઢયું છે. તેનો મતલબ એ છે કે હજી એકાદ સપ્તાહ બાદ રસ્તાઓનું રીપેરીંગ શરૂ થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud