• આદિવાસી MLA ના ટ્વીટ બાદ Bhilpradesh_State ટ્રેડિંગમાં
  • જંગલ, જમીન અને આદિવાસીઓને બચાવવા ફરી ભીલીસ્થાન રાજ્યની માંગનો મુદ્દો ઉઠાવાયો

WatchGujarat. ભરૂચ જિલ્લાના ઝઘડિયાના BTP MLA છોટુ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આદિવાસી લોકોના હક માટે ફરીથી અવાજ ઉઠાવ્યો છે. ટવિટરનાં માધ્યમથી ભીલીસ્થાન પ્રદેશને અલગ આપવા માટે ટવિટર પર પૂરજોશમાં યુવાનોનો સહકાર જોવા મળ્યો હતો.

હંમેશા આદિવાસી લોકોના હક માટે લડતા ભરૂચ જિલ્લાના ઝધડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ વધુ એક વખત અલગ ભીલીસ્થાનનો મુદ્દો છેડ્યો છે. ધારાસભ્ય છોટુ વસાવાએ એક બાદ એક ટવિટર પર માંગ કરી હતી જેમાં તેમને જણાવ્યું હતું કે, ભીલ પ્રદેશની માંગ એક નવી તાકાત સાથે લડવાનો સમય આવ્યો છે. જેને પગલે છોટુ વસાવાને આદિવાસી યુવાનોનો પૂરો સહકાર મળ્યો હતો અને ટવિટર પર #BHILPRADESH_STATE ટ્રેન્ડિંગમાં આવ્યું હતું.

છોટુભાઈ વસાવાએ વધુ ઉમેરીને જણાવ્યું હતું કે, હવે સમય વિસ્થાપનનો છે વિકાસ થશે. દેશમાં પૂર્વજોના જે રીતભાત ચાલતા આવ્યા છે તેણે બચાવવા માટે ભીલ પ્રદેશ જરૂરી બન્યુની માંગ ઉઠી છે. જેમ તેલંગાના રાજ્ય માટે લડત ચાલવામાં આવી હતી તેવી જ રીતે ભીલ પ્રદેશ માટે સંઘર્ષની લડત લડવી પડશે. જેના માટે યુવાનોની હાજરી ખુબ જ જરૂરી બની છે.

છોટુ વસાવાએ આદિવાસીઓના હાથમા રાજ ન આવે એટલે આદિવાસીઓને વહેંચી દેવામાં આવ્યાના આહવાનો માંગણી સ્વરૂપે મુક્યા હતા જેથી આદિવાસી લોકોને પણ દરેક લોકો જેવો સહકાર મળી રહે અને સન્માન મળી રહે તેના માટે માંગણી કરવામાં આવી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વસતા તેમજ ટ્રાયબલ બેલ્ટ ઉપર આવેલા વિસ્તાર માટે અલગ ભીલીસ્તાન પ્રદેશ( રાજ્ય ) ની માંગણી દોહરાવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud