• બોયઝ હોસ્ટેલમાં પોતાના બેડની ચાદરને કાતરથી કાપી તેનો ગાળિયો બનાવી પંખા સાથે ફંડો બનાવી ખુરશી ખસેડી લટકી ગયો
  • આપઘાતનું કારણ અકબંધ, લોક મોબાઈલ ફોન અનલોક કર્યા બાદ કારણ બહાર આવે તેવી વકી
  • ક્લાસમાં બપોરે નહિ જતા કોલ નહિ ઉપાડતા અન્ય 2 સ્ટુડન્ટને રૂમ ઉપર મોકલતા દરવાજો બંધ હતો, બારીમાંથી જોયું તો હાર્દિક ગળેફાંસો ખાધેલી હાલતમાં હતો
  • હાર્દિક સાથે રહેતા રૂમમેટને કોરોના થતા તે પોતાના ઘરે ગયો હતો
  • એ-ડિવિઝન પોલીસે મૃતકનો ફોનનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી

WatchGujarat. ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી નર્સિંગ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા નવસારીના ચીખલીના પીપલ ગભાણ ગામના વિદ્યાર્થીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ એ ડિવિઝન પોલીસને કરાતા મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી નર્સિંગ કોલેજમાં બોયઝ હોસ્ટેલના બીજા માળે આવેલા રૂમ નંબર 107 માં નવસારીનો 19 વર્ષીય વિદ્યાર્થી હાર્દિક દિલિપભાઈ પટેલ તેના રૂમ મેટ સાથે રહીને નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જોકે હાર્દિક સાથે રહેતા રૂમમેટ કોરોના પોઝિટિવ આવતા તે પોતાના ઘરે ગયો હોય તે પોતાની રૂમમાં એકલો જ હતો.

સોમવારના રોજ બપોરના સમયે હાર્દિકે કોઈ અગમ્ય કારણોસર તેના બેડની ચાદરને કાપીને તેનો ગાળિયો બનાવી રૂમના પંખા સાથે લગાવીને લટકીને આત્મા હત્યા કરી લીધી હતી. જોકે હાર્દિકનો બપોરના સમયે ક્લાસ હોવાથી તે નહીં આવતા તેને ફોન કરતા તે ફોન પણ રિસીવ નહિ કરતા 2 વિદ્યાર્થીઓને તેના રૂમમાં જોવા મોકલાયા હતા.

તેનો રૂમ અંદરથી બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓએ તેની બારીમાંથી અંદર નજર કરતા તે પંખા સાથે લટકતો જોવા મળતા બંનેય ચોકી ગયા હતા. બંનેય વિદ્યાર્થીઓએ બનાવની જાણ હોસ્ટેલ ઈન્ચાર્જને કરતા તેમણે એ ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી. બનાવની જાણ થતા જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતા.

પોલીસે તેના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તેના પરિવારજનો જાણ કરીને હાર્દિકના લોક મોબાઈલ ફોનને કબ્જામાં લઈને આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ ચીખલીથી પરિવાર ભરૂચ આવવા નીકળી ગયો હતો. હાલ તો હાર્દિકના આપઘાત અંગે રહસ્ય અકબંધ છે જે તેનો લોક મોબાઈલ અનલોક થયા બાદ ખુલી શકે તેવી શક્યતા રહેલી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud