• વધુ ₹49.60 લાખ 2 ડુપ્લીકેટ ચેક વડે નર્મદા નગરી BOB માંથી ઉપાડવા જતા ભાંડો ફૂટ્યો
  • GIDC વહીવટી સંકુલના જમીન વળતરના બોગસ ચેક બનાવી બરોબર રૂપિયા ઉપાડી લીધા
  • બેંક ઓફ બરોડા ભરૂચ શાખાએ જીઆઇડીસી એકાઉન્ટ વિભાગનો સંપર્ક કરતા ભાંડો ફૂટ્યો
  • દહેજ પ્રોજેક્ટ ના નામે છેતરપિંડી કરાઇ
  • દાહોદ બેંક ઓફ બરોડા શાખાએ ડુપ્લીકેટ ચેકની ખરાઇ ન કરતા છેતરપિંડીનું ભોગ બનતું વહીવટી તંત્ર

WatchGujarat. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC સાથે દાહોદની પી. ગોલ્ડ કંપનીના નામે જમીન વળતરમાં ડુપ્લીકેટ ચેક બનાવી BOB માંથી બારોબાર ₹74.24 લાખ સેરવી લઈ સરકાર સાથે ઠગાઈ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જ્યારે ભરૂચ નર્મદા નગરી BOB શાખામાં વધુ 2 ડુપ્લીકેટ ચેક ₹ 49.60 લાખના આવતા તેની ખરાઈમાં તે બોગસ હોવાનો ભાંડો ફૂટ્યો હતો.

દાહોદની પી ગોલ્ડ નામની કંપનીએ ₹ 74.24 લાખ બોગસ ચેક બનાવી જીઆઇડીસી વિભાગ ના ખાતામાંથી ઉપાડી લીધા હોવાની છેતરપિંડી ઘટના સામે આવી છે. વધુ ₹ 49.60 લાખ રૂપિયા ચેક વડે ઉપાડવા જતા ભાંડો ફૂટ્યો હતો.

જીઆઇડીસી વહીવટી સંકુલના બોગસ ચેક બનાવી બારોબર રૂપિયા ઉપાડી લીધા હતા. બેંક ઓફ બરોડા ભરૂચ શાખાએ જીઆઇડીસી એકાઉન્ટ વિભાગનો સંપર્ક કરતા ભાંડો ફૂટ્યો હતો. દહેજ પ્રોજેક્ટ હેઠળ જીઆઇડીસી વિભાગ જોડે છેતરપિંડી કરાઇ હતી. દાહોદ બેંક ઓફ બરોડા શાખા ડુપ્લીકેટ ચેકની ખરાઇ ન કરતા છેતરપિંડીનું ભોગ વહીવટી તંત્ર બન્યું હતું. ફરિયાદમાં દાહોદ પી-ગોલ્ડ કંપની અને તેની મદદગારી કરનાર સામે ગુનો દાખલ કરાયો છે.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ના ખાતા માંથી ડુપ્લિકેટ ચેક આપી નાણાની ઉચાપત થઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દાહોદની પી.ગોલ્ડ કંપની દ્વારા આ ચેક દાહોદ બેન્ક ઓફ બરોડાના ખાતા ડુપ્લીકેટ ચેક ની મદદ થી ₹ 74.24 લાખ રૂપિયા છેતરપિંડી કરાઇ છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી. દ્વારા વિવિધ જમીનો સંપાદિત કરી તેના ચેક ઇશ્યૂ કરવામાં આવે છે અને તે નાણાં બેન્ક ઓફ બરોડા નર્મદા નગરી શાખામાંથી આપવામાં આવે છે.

ગત તા. 1 મે ના રોજ આ શાખામાં 2 ચેક ક્લીયરિંગ માટે આવ્યા હતા. આ બંને ચેકની રકમ ₹ 74.24 લાખ દાહોદ બેંક ઓફ બરોડા બ્રાન્ચ માં વટાવી પી ગોલ્ડ કંપનીના ખાતામાં જમા કરાવી લીધા હતા.

આ બંને ચેક ઉપર સહી, તારીખ, નામ, ચેક નબરના 7 આંકડા સહિત 8 બાબતે ફેરફાર લાગતાં ભરૂચની નર્મદા નગરી BOB શાખા દ્વારા BOB બ્રાન્ચ મેનેજર ધવલ વસાવાએ જી.આઈ.ડી.સી. ના એકાઉન્ટ વિભાગનો સંપર્ક કર્યો હતો. જેમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ બંને ચેક ડુપ્લિકેટ ચેક છે.

ડુપ્લિકેટ ચેક ઉપર ડુપ્લિકેટ સહી કરી રૂ. 74.24 લાખની ઉચાપત થઇ હોવાનું બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન દાહોદની પી.ગોલ્ડ નામની કંપની દ્વારા આ ચેક નાખવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ બનાવ અંગે જી.આઈ.ડી.સી.ના રિજિયોનલ મેનેજર ધવલ વસાવા દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોકે દાહોદમાં તપાસ દરમિયાન પી. ગોલ્ડ કંપની જ નહીં હોવાનો ઘટસ્ફોટ થયો હતો. હવે બોગસ કંપનીના નામે આ બોગસ એકાઉન્ટ કોને ખોલાવી ડુપ્લીકેટ સહિ થકી સરકારને ચુનો લગાવ્યો છે તેની તપાસ સરકારે હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud