• દેશમાં કોવિડ મૃત્યુના સરકારી આંકડા કરતા મૃત્યુ વધુ અંગે સરકાર ફોડ પાડે કે નકારે
  • ભરૂચ જિલ્લામાં કોવિડ સ્મશાનમાં 550 થી વધુના અગ્નિદાહ સામે સરકારી મૃત્યુનો આંક માત્ર 40
  • ભરૂચ બાદ વડોદરા ચોથા અને જામનગર 5 માં ક્રમે જ્યાં સરકારી કોરોના મોતના આંકડા કરતા સ્મશાનમાં અંતિમસંસ્કાર 5 થી 10 ગણો

 

WatchGujarat. કોવિડ-19 કોરોનામાં થઈ રહેલા મૃત્યુમાં દેશમાં સરકાર દ્વારા જારી કરવામાં આવી રહેલા સત્તાવાર આંકડા કરતા કોવિડ સ્મશાનમાં મૃતકોના થઈ રહેલી અંતિમ સંસ્કાર અનેક ગણા વધુ હોવાની આંકડાકીય માહિતી સામે BJP ના જ વરિષ્ઠ સાંસદે ટ્વીટ કરી આ સામે સરકારને સ્પષ્ટતા કરવા કે તેને નકારવા સવાલ ઉઠાવ્યો છે.

ગુજરાતમાં જે રીતે કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે, તે જોતા માત્ર ગુજરાત સરકારની જ નહિ, પરંતુ કેન્દ્ર સરકારની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે. ગુજરાતમાં બેકાબુ વધતા કેસો વચ્ચે મૃત્યુ પણ ગંભીર રીતે વધી રહ્યા છે.

દેશમાં પણ આ સ્થિતિ છે ત્યારે સરકાર ના મૃત્યુના સત્તાવાર આંકડા કરતા કોવિડ સ્મશાનમાં મૃતદેહોના થતા અંતિમ સંસ્કારની સંખ્યા અનેકગણી વધી છે. જે અંગે ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામી (subramaniam swamy) એ આંકડાકીય માહિતી સાથે ટ્વીટ કરી સરકારને સવાલ પૂછી મૃત્યુ અંગે સરકારી આંકડા અને કોવિડ સ્મશાનમાં થતા અગ્નિ સંસ્કારમાં 5 થી 10 ગણા તફાવત અંગે ફોડ પાડવા કહ્યું છે.

સુબ્રમણ્યમ સ્વામી એ ટ્વીટમાં સરકાર પાસે કોરોના મૃત્યુના સરકારી ઓછા આંકડા અને સ્મશાનમાં આવતા મૃતદેહો અંગે સ્પષ્ટતા માંગી છે. ભારતભરના જિલ્લાઓમાં, કોવિડનાં મૃત્યુની સત્તાવાર ગણતરીઓ વિશેષ કોવિડ સાઇટ્સ પર લોકોના અંતિમ સંસ્કાર કરતા અનેકગણી ઓછી છે. આ અંગે સરકાર વાસ્તવિકતા જાહેર કરે કે આ અંકડાઓને નકારે તેમ પણ ટ્વીટમાં જણાવ્યું છે.

દેશના જિલ્લાઓમાં સરકારી સત્તાવાર કોરોના મૃત્યુના આંકડા અને સ્મશાનમાં મોત અંગે સૌથી વધુ અનેકગણી અસમાનતામાં સૌથી મોખરે ભરૂચ જિલ્લો છે. સરકારી કોવિડ મોતના આંકડામાં ભરૂચ જિલ્લામાં 40 લોકોના અત્યાર સુધી મૃત્યુ થયા હોવાનું જારી કરાયું છે. જ્યારે કોવિડ સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કારનો આંકડો 550 ને પાર કરી ગયો છે.

દેશના જિલ્લા માં કોરોના મોતની સરકારી અને સ્મશાનની આંકડાકીય માહિતીમાં ભારે વિસંગતતામાં ગુજરાતમાં વડોદરા જિલ્લો 4 નંબર પર છે, જેમાં સરકારી સત્તાવાર મોત 375 છે જ્યારે સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કારનો આંક અનેકગણો વધારે છે.

રાજ્યમાં જ 5માં નંબરે જામનગર આવે છે, જ્યાં સરકારી સત્તાવાર કોવિડ ડેથ 82 છે, જોકે સ્મશાનમાં અંતિમ વિધીનો આંક 75 ટકા વધુ છે.

દેશમાં બીજા નંબરે UP નું લખનૌ, ત્રીજા નંબરે MP નું ભોપાલ અને 6 નંબરે પટનાનું બાંસ ઘાટ આવે છે. સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ સરકાર પર કોવિડ મૃત્યુના વાસ્તવિક આંકડા રજૂ નહિ કરાતી હોવાની ટ્વીટ કરી પોતાની ભાજપ સરકાર પર જ ખરેખર થતા કોવિડ ડેથના આંકડા નહિ દર્શાવવામાં આવી રહ્યા અંગે નિશાન ટાક્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud