એ ડિવિઝન પોલીસે ઇન્ટેલિજન્સ કલાસીસ પર રેડ કરી હતી.
શક્તિનાથમાં આવેલા સાયન્સના કલાસીસ દહેજ બાયપાસ રોડ પર કોમ્પ્યુટર સેન્ટરના બીજા સ્થળે સંચાલક ચલાવતો હતો
કોરોના કહેર વચ્ચે નાના રૂમમાં એક બેનચીસ પર 3 બાળકોને બેસાડી વિદ્યાર્થીઓના જીવ સાથે કરાતું જોખમ
ઇન્ટેલિજન્સ ક્લાસીસના સંચાલક રજનીકાંત પટેલ સામે પોલીસે ગુનો નોંધ્યો
ટ્યુશન ક્લાસ પર પોલીસ પહોંચી ત્યારે શિક્ષક સંકેત પટેલ અને હંસાબેન પટેલ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યાં હતા.
WatchGujarat ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલા શિલ્પી સ્કવેરમાં અડધું શટર બંધ કરી કોવિડ-19 વચ્ચે ધો. 12 સાયન્સ ના 40 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી ચલાવતા ઇન્ટેલિજન્સ કલાસીસ એ ડિવિઝન પોલીસે દરોડો પાડી રંગેહાથ ઝડપી પાડ્યા હતા. નાના રૂમ માં 1 બેનચીસ પર બેસેલા 3 છાત્રો પોલીસને જોઈ ક્ષોભમાં મુકાઈ જતા સંચાલકોના પાપે આ બાળકોને પોતાના માથા બેનચીસ નીચે નાખી મોહ છુપાવવાની ફરજ પડી હતી. #Bharuch
કોવિડ 19 વચ્ચે જ્યાં હજી પણ શાળા-કોલેજો બંધ છે ત્યાં સરકાર એક તરફ ઓનલાઈન શિક્ષણ પર ભાર મૂકી રહી છે ત્યાં ભરૂચમાથી બુધવારે સમી સાંજે સરકારની ગાઈડલાઈનનો છડેચોક ભંગ કરી અડધું શટર પાડી ચલાવતા 12 સાયન્સના ટ્યુશન કલાસીસ ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
ભરૂચના લિંક રોડ પર દહેજ બાયપાસ પર શિલ્પી સ્કવેરમાં ઓલ ઇન્ડિયા કોમ્પ્યુટર એજ્યુકેશન સેન્ટર આવેલું છે. જેમાં ટયુશન કલાસીસ ચાલતા હોવાની એ ડિવિઝન પોલીસને માહિતી મળી હતી. પોલીસ સ્થળ પર પોહચતા ક્લાસિસનું અડધું શટર બંધ હતું. #Bharuch
શટર ખોલાવતા જ અંદર ટ્યૂશન ભણી રહેલા 40 છોકરાઓ નાના રૂમમાં નજરે પડ્યા હતા. એક બેન્ચ પર સોશ્યલ ડિસ્ટન્સ વગર 3 બાળકોને બેસાડવામાં આવ્યા હતા. પોલીસની હાજરીથી ટ્યુશન સંચાલકોના વાંકે વિધાર્થીઓ ગભરાઈ જવા સાથે શરમમાં મુકાતા કેટલાક બાળકોએ પોતાના માથા બેનચીસ નીચે મૂકી દીધા હતા તો કેટલાક બાળકો બેન્ચની નીચે બેસી ગયા હતા.
પોલીસની સ્થળ તપાસમાં દરોડા સમયે ઇન્ટેલિજન્સ ક્લાસિસના 2 શિક્ષકો ત્યાં હતા. વિજ્ઞાન પ્રવાહના આ ક્લાસિસમાં મેથ્સ અને કેમેસ્ટ્રી અને ફિઝિક્સ છાત્રોને 2 શિક્ષકો ભણાવી રહ્યા હતા. #Bharuch
આ કલાસીસ મુખ્ય શક્તિનાથ આવ્યા છે જ્યારે શિલ્પી સ્કવેર માં બીજા સ્થળે કોઈને ખબર ન પડે તે માટે ચલાવવામાં આવતા હતા. પોલીસે કોવિડ-19 ના ભંગ બદલ રંગેહાથ ઝડપાયેલા બન્ને ક્લાસિસના શિક્ષકોની ધરપકડ કરી હતી. જ્યારે વિધાર્થીઓને તેઓના વાલીઓને બોલાવી જવાબો લઈ જવા દેવામાં આવ્યા હતા. #Bharuch
ગેરકાયદે ચાલી રહેલા ટ્યૂશન કલાસીસ ઝડપાયા હોવાની જાણ થતાં જ ત્યાં ભરૂચ ટ્યુશન કલાસીસ એસોસિયેશનના અન્ય આગેવાનો પણ દોડી આવ્યા હતા. રંગેહાથ ઝડપાયેલા ઇન્ટેલિજન્સ ક્લાસિસ અંગે પોલીસને જાણ અન્ય ક્લાસિસના સંચાલકોએ કરી હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું. જોકે ધોરણ 12 સાયન્સના વિદ્યર્થીઓને કોરોના વચ્ચે સરકારી ગાઈડલાઈનનો ભંગ કરી જીવ જોખમમાં મૂકી આવી છુપીછાણી રીતે ભણાવવા કેટલા યોગ્ય છે તે પ્રશ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. એ ડિવિઝન પોલીસે સંચાલક રજનીકાંત પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
More #Intellegence #Tution class #Raid by #Police #Bharuch News