ભરૂચ જૂની APMC બંધ, નવી કાર્યરત
ખેડૂતોના વહારે કોંગ્રેસે રસ્તા પર ઉતરતા અટકાયતોનો દોર શરૂ
WatchGujarat. ભરૂચ શહેર અને જિલ્લામાં બંધનું એલાન સવારથી જ ભડકે બળનારું બનાવી દેવાયું હતું. દહેજ રોડ પર નવેઠા અને બાયપાસ ઉપર બે સ્થળોએ રસ્તાઓ પર ટાયર સળગાવી વહેલી સવારે જ ચક્કજમનો પ્રયાસ કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
કિસાન વિરોધી 3 કાળા કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનને ટેકો આપવા અપાયેલા આજના ભારત બંધના એલાનમાં ભરૂચમાં વહેલી સવારે જ રસ્તાઓ ટાયરો થી બ્લોક કરી આગજની કરવામાં આવી હતી.
ભરૂચમાં પ્રદર્શનકારીઓ એ ખેડૂતોની આડમાં દહેજ જવાના માર્ગે નવેઠા નજીક અને ભરૂચ બાયપાસ પર રસ્તા પર ટાયરો સલગાવતા ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે દોડી આવી માર્ગ પરથી સળગતા ટાયરો દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો. જે બાદ LCB અને પોલીસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં ઉતરી રહેલા કોંગી આગેવાનોની અટકાયતોનો દોર શરૂ કરાયો હતો.
ભરૂચમાં ભારત બંધને લઈ મહમદપુરમાં આવેલી જૂની શાકમાર્કેટ સવારથી જ સજ્જડ બન્ધ રહી હતી. જ્યારે હાઇવે પર વડદલા પાસે આવેલી નવી APMC રાબેતા મુજબ મળસ્કેથી કાર્યરત થઈ ગઈ હતી.
અંકલેશ્વર APMC પણ બંધના વિરોધમાં સવારથી જ બંધ રહેતા સન્નાટો જોવા મળ્યો હતો. પશ્ચિમ ભરૂચમાં સવારથી જ બંધને લઈ દુકાનોના શટરો ખુલ્યા ન હતા. જ્યારે પૂર્વ ભરૂચ, શક્તિનાથ, લિંક રોડ , ઝાડેશ્વર સહિતના વિસ્તરો માં બંધની અસર જોવા મળી ન હતી. ભરૂચ સ્ટેશન રોડ પર બંધને લઇ મિશ્ર અસર જોવા મળી હતી. બાયપાસ અને દહેજ રોડ પર ટાયરો સળગાવ્યા ની ઘટના બાદ તમામ પોઈન્ટ અને ચોકડી ઉપર પોલીસ એક્શનમાં આવી કાયદો વ્યવસ્થા જાળવવા તહેનાત થઇ ગઇ હતી.
More #APMC #LCB #ભરૂચ #દહેજ #Watch Gujarat