સામાજિક અને પ્રજાકીય ક્ષેત્રે યોગદાન બદલ સન્માનિત કરાયા
WatchGujarat. ભરૂચના સતત 6 ટર્મથી ચૂંટાતા સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દુષ્યંત પટેલને અમેરિકાની ન્યુજર્સી સ્થિત વર્લ્ડ ગ્લોબલ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન સંસ્થાએ તેમના સામાજિક અને પ્રજાકીય સેવાકીય કાર્યોને ધ્યાને લઇ Inspiring Human ના પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કર્યા છે.
વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા ખાતે ન્યુજર્સી સ્થિત વૈશ્વિક સ્તરે પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટેની એક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. જે એક સર્વિસ બેસ્ડ પ્લેટફોર્મ છે જે પ્રમાણપત્ર અને જરૂરી સલાહકાર દ્વારા માનવી અને અસ્તિત્વની સંભાવના દર્શાવવા માટે શ્રેષ્ઠ તક આપે છે. તે ઇવેન્ટ્સ, કોન્ફરન્સ, મેગેઝિન, ઇ ન્યૂઝ પેપર અને વાર્ષિક રેકોર્ડ બુક સાથે નવીન પ્રમોશનલ માર્કેટિંગ સાથે સંકળાયેલા ક્લાયંટલ-સેન્ટ્રીક રેવન્યુ મોડેલને અનુસરે છે.
US ની આ સંસ્થા વૈશ્વિક સ્તરે અલગ અલગ ક્ષેત્રે જોડાયેલ વિશિષ્ટ પ્રતિભાશાળી લોકો, વ્યક્તિત્વ અને સંસ્થાઓનું સન્માન કરે છે જે તેમના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે. અને તે વિશ્વભરના સમાજની સુધારણા માટે ફાળો આપે છે. આ ઉપરાંત, તે લોકો અને વ્યવસાયિક સંગઠનને પ્રોત્સાહિત કરવા સામાજિક, શૈક્ષણિક અને પરોપકારી પ્રવૃત્તિઓના કારણને સમર્થન આપે છે.
વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન, અમેરિકા દ્વારા ભારતના એમાંય ગુજરાત ના ભરૂચના એક ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ અને સાંસદ મનસુખ વસાવાને તેમના સામાજીક કાર્યોને કારણે વિશેષ એવોર્ડ એનાયત કર્યો છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશને ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ અને સાંસદ મનસુખભાઇ વસાવાને લોક કલ્યાણ અને સમાજના વિકાસ માટેની તેમની ઉત્કૃષ્ટ ભૂમિકા માટે વિશ્વ ફલક પર કામ કરતા વ્યક્તિ તરીકે ગણના કરી આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. #Inspiring Human
ભરૂચના ધારાસભ્ય અને સાંસદને લોકોને પ્રેરણા આપતા એવોર્ડથી US ની સંસ્થાએ સન્માનિત કરતા ભરૂચ જિલ્લામાં સર્વત્ર હર્ષની લાગણી ફેલાઇ જવા પામી છે.
ઉલ્લેખનીય છે કે, આ સંસ્થા દ્વારા વિશ્વ સ્તરે વિવિધ સામાજિક, રાજકીય, શેક્ષણિક, આરોગ્ય, વેપાર ક્ષેત્રે યોગદાન આપી ચૂકેલા લોકોને નવાઝવામાં આવ્યા છે. જેમાં ભારતના રતન ટાટા, મુકેશ અંબાણી, ડો. જીગીશા શેઠ, દલાઈ લામા, મિશેલ ઓબામા, વોરેન બફેટ, બિલ ગેટ્સ, ઓપરા વીંફ્રે, પૉપ ફ્રાન્સિસ, ગ્રેટા થનબર્ગ, જેન ફ્રોનડા સહિતનો પણ વિવિધ કેટેગરી અને ક્ષેત્રમાં સમાવેશ કરી સન્માનિત કરાયા છે.
More #Inspiring Human # MP #Mansukh Vasava #MLA #Dushyant Patel #award #USA #World talent organization #Bharuch News