• 6 મહિનાથી બીડ ગામમાં ગટરના પાણીની રેલમછેલ, દૂષિત પાણી પીવાથી લોકોની જીભ ફાટી જવી, પેટમા ગરબડ અને ગભરામણની સમસ્યા
  • પાણી માટે ગ્રામજનોને 1 કિલોમીટર દૂર રસેલા ગામે જવું પડે છે
  • સરપંચ અને તલાટીએ મીઠા પાણીના નવા બોરમાંથી મોટર કાઢી લીધા બાદ જુના દૂષિત પાણીના બોરમાં નાખી
Mansukh Vasava Letter to Collector
Mansukh Vasava (Member of Parliament) Letter to Collector

WatchGujarat. ગુજરાતમાં છેલ્લા 20 વર્ષથી ભાજપની સરકાર છે. છતાંય તેમના સાંસદનુ કોઇ અધિકારી સાંભળતા ન હોઇ તેવુ ખુબ ઓછુ સાંભળવા અને જોવા મળે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના સિનિયર સાંસદ જ આ મુદ્દે ખુદ ફરીયાદ કરતો પત્ર લખ્યો છે. જેમાં તેઓ જણાવે છે કે, નાંદોદ તાલુકાના બીડ ગામના સરપંચ કે તલાટી સાંસદ મનસુખ વસાવાનું સાંભળતા ન હોય ગામમાં 6 મહિનાથી વહેતી ગટરો અને પીવાના પાણીની હાડમારી તાત્કાલિક દૂર કરવા નર્મદા જિલ્લા કલેકટરને MP એ પત્ર લખવાની ફરજ પડી છે.

નાંદોદ તાલુકાના બીડ ગામે પીવાના પાણી અને ગટરની ગંભીર સમસ્યા અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કલેકટરને પત્ર લખ્યો છે. છેલ્લા 6 મહિનાથી ગટર તૂટી ગઈ હોય જેનું ગંદુ પાણી આખા ગામમાં ફેલાઈ ગયું છે. ગ્રામજનો, બાળકો, શિક્ષકોને અવરજવરમાં ખૂબ તકલીફ પડી રહી છે. ગામમાં મીઠા પાણીનો બોર હતો તેમાંથી સરપંચ અને તલાટીએ મોટર કાઢી લીધી હતી. ખૂબ રજૂઆતો કરતા મોટર જુના દૂષિત પાણીવાળા બોરમાં નાખી દીધી છે.

જે પાણી પીવાલાયક ન હોય લોકોની જીભ ફાટી જાય છે, પેટમાં ગરબડ થાય છે અને ગભરામણ પણ થઈ રહી છે. બીડ ના ગામ લોકો એક કિલોમીટર દૂર રસેલા ગામથી રોજ પીવા માટે પાણી લાવે છે. સાંસદે સરપંચ, તલાટી અને તાલુકા પંચાયતને જાણ કરવા છતાં કોઈ નહિ સાંભળતા આ બે ગંભીર સમસ્યા અંગે નર્મદા કલેકટરને તાકીદે ઉકેલ લાવવા ધ્યાન દોર્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud