• મુલાદ હાઇવે પાસેતી ઘટના, ભરૂચની 3 રેન્જના 20 ફોરેસ્ટરોની 2 કલાક સુધી જીજાન મહેનત છતાં ન બચી શકી દીપડાની જિંદગી
  • સુરતથી ભરૂચ તરફની લેન ઉપર ઘાયલ દીપડાના રેસ્ક્યુ માટે હાઇવેની રફતાર થોભવાઈ
  • અઢી કલાકની મહેનતે પાંજરે પુરી ઝઘડિયા વેટરનીટી પાસે લઈ જવાયો
  • માથા, પેટમાં ગંભીર ઇજાના કારણે 10 વર્ષના નર દીપડાએ આખરે દમ તોડ્યો
  • ભરૂચ, ઝઘફિયા અને અંકલેશ્વર રેંજે હાઇવે ઉપર રાત્રે દિલધડક ઘાયલ દીપડાને બચાવવા હાથ ઘરેલુ રેસ્ક્યુ
  • હાઇવે પર દહાડ મારતા ઘાયલ દીપડા અને તેના રેસ્ક્યુને જોવા લોકોએ વાહનો થોભાવી ઉતાર્યા વિડીયો
Leopard Injured in Road Accident
Leopard Injured in Road Accident

WatchGujarat. ભરૂચ વન વિભાગની ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર 3 રેન્જના 20 ફોરેસ્ટરોએ મુલદ હાઇવે ઉપર વાહન અડફેટે ઘાયલ થયેલા 10 વર્ષના નર દીપડાને બચાવવા દિલધડક રેસ્ક્યુ હાથ ધર્યું હતું. જોકે અઢી કલાકના વન વિભાગના હાઇવે ઉપર રેસ્કયુ છતાં દીપડાની જિંદગી બચી શકી ન હતી.

ભરૂચ મૂલદ ચોકડીથી ટોલ પ્લાઝા વચ્ચે મંગળવારે રાતે પોણા 9 વાગ્યાના સુમારે સુરતથી ભરૂચ આવતી લેન ઉપર એક દીપડો હાઇવે ક્રોસ કરતા વાહન અડફેટે આવી ગયો હતો.

વાહન અડફેટે ગંભીર રીતે ઘવાયેલો કદાવર દીપડો હાઇવે ઉપર પડેલો જોતા પાછળથી આવતા વાહન ચાલકોના પણ શ્વાસ ક્ષણિક થમભી જવા સાથે આપો આપ વાહનને બ્રેક લાગવાની શરૂ થઇ ગઇ હતી.

જોતજોતામાં ભરૂચ હાઇવે પર મુલદ નજીક ઘાયલ દીપડો પડ્યો હોવાના મેસેજ અને વીડિયો વાયરલ થઈ ગયા હતા. ઘટના અંગે વન વિભાગને જાણ કરાતા હાઇવે ઉપર ઘાયલ પડેલા દીપડાને રેસ્ક્યુ કરવા 3 દિશામાંથી 3 રેન્જ ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ નીકળ્યા હતા.

Leopard Injured in road Accident
Leopard Injured in road Accident

મદદનીશ વન સંરક્ષક પરેશ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ ઝઘડિયા RFO એમ.કે.પરમાર સહિત 20 વ્યક્તિઓની રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે દોડી આવી ઘાયલ દીપડાને બચાવવા પ્રયત્નો શરૂ કર્યા હતા.

સુરતથી ભરૂચ તરફની હાઈવેની એક લેન રોકાઈ જતા ટ્રાફિકજામ વચ્ચે વન વિભાગની 3 રેન્જ દ્વારા ઘાયલ દીપડાનું  દિલધડક રેસ્ક્યુ ચાલ્યું હતું. ઘાયલ હોવા છતાં જળમાં દીપડાને પકડતી વેળા તેની દહાડ માત્રથી જ ટોળે ટોળા વળેલા વાહન ચાલકો પણ ડરના માર્યા દોડતા થઈ ગયા હતા.

Leopard Injured in road Accident
Leopard Injured in road Accident

વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પૂર્યા બાદ સારવાર માટે ઝઘડિયા પશુ દવાખાને લાવી તેની સારવાર શરૂ કરી હતી. જોકે રાતે 11.30 કલાકે ઘાયલ દીપડાએ વેટરનીટી દવાખાનામાં જ દમ તોડી દીધો હતો. અઢી કલાકનું રેસ્ક્યુ, હાઈવેનો વાહન વ્યવહાર રોકવા છતાં દીપડાનો જીવ બચી નહિ શકતા વન વિભાગની ટીમ પણ નિરાશ થઈ ગઈ હતી.

ઝઘડિયા RFO મીનાબેન પરમારે WATCHGUJARAT.COM ને જણાવ્યું હતું કે, ઘાયલ દીપડો પુખ્ત વયનો હતો. નર દીપડાની ઉંમર 10 વર્ષની હતી અને તેને માથા અને પેટના ભાગે ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud