નેત્રંગના કેલ્વીકુવા ગામે પોલિસની નિષ્કાળજીએ બૂટલેગરનો ભોગ લીધો
તાત્કાલિક કાર્યવાહી કરવામા આવી હોત તો બુટલેગરનો જીવ બચ્યો હોત
પોલીસ બુટલેગરને પકવા દોડી ત્યારે આ ધટના બની હોવાની માહિતી છુપાવવા સાથી મિત્રો પર દબાણનો આક્ષેપ
દરોડામાં કલાક સુધી શોધખોળ છતાં દારૂ મળ્યો ન હતો
[caption id="attachment_1397024" align="aligncenter" width="1600"] (બુટલેગર ગોટીયા ઉર્ફે દલા વસાવા)[/caption]
WatchGujarat. નેત્રંગના કેલ્વીકુવા ગામે રવિવારે બપોરે પોલીસથી બચવા માટે ભાગવા જતાં કુવામાં પડી જતા બુટલેગરનું મૃત્યુ થયું હતું. મરનારના કુટુંબીજનોએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કર્યો હતા. LCB એ બુટલેગર ઉપર પ્રોહિબિશનની રેડ કરતા ઘટના ઘટી હતી.
LCB એ બુટલેગર કૂવામાં અકસ્માતે પડ્યો હોવાની હકીકત છુપાવા માણસો પર દબાણ લાવવા જતા ભાંડો ફટી ગયાનો આરોપ લગાવાઈ રહ્યો છે. ઘટનાને લઈ ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર મા ચહલપહલ વધી ગઈ હતી.
રવિવારે નેત્રંગના કેલ્વીકુવા ગામે રહેતાં દલા રૂપા વસાવાને ત્યાં ભરૂચ એલસીબીએ LCB રેડ પાડી હતી. ત્રણ કલાકની જહેમત બાદ ઘર, ખેતર તમામ સ્થળો ઉપર શોધખોળ કરી પણ કોઈ મુદ્દામાલ મળ્યો નહી. તે બાદ દલા રૂપા વસાવાની વાડીએ તમામને પકડી ફરી કડક પૂછતાછ આરંભી હતી.
ઘટનામાં પરિજનો અને મિત્રોએ પોલીસ ઉપર આક્ષેપ કર્યો છે કે, કોઈ પ્રકારનો મુદ્દામાલ મળ્યો નોહતો છતાં ધરપકડ કરી પોલીસે ધાકધમકી આપતાં દલો વસાવા ગભરાય ગયો હતો. કડક વલણના અપનાવતા મારની ધાકે દલા રૂપા વસાવા ત્યાથી ભાગ્યો અને એની પાછળ પોલિસ પણ એને પકડવા દોડી હતી. માંડ સો મીટર ભાગ્યો હસે કે બુમ પડી બચાવો, ગોટયો કુવામાં પડયો.
અને સાથી મિત્રો પણ દોડી કુવામાં દલાને બચાવવા ડૂબકી લગાવી હતી. ત્યાં સાથી પોલીસ આવતાં કહ્યું કે, તમને ઉલ્લુ બનાવે છે, કુવામાં પથ્થર નાખ્યો હતો. એ તો આ બાજુ ભાગી ગયો આમ, ડૂબકી લગાવતાં સાથીઓને લઈ પોલીસ ધટના સ્થળેથી રોડ ઉપર આવી ભીનું સંકેલવાની કોશિશ કરી હતી.
બીજી બાજુ આવી કોઈ ઘટના બની નથી અને કોઈને પણ જાણ ન કરશો અને દલા વસાવાને તમે તમારી રીતે શોધજો કહી પોલીસ જતી રહે છે. પોલીસ ને જાણ હોવા છતા બુટલેગર ગોટીયા ઉર્ફે દલા વસાવાને તાત્કાલિક કુવામાથી બહાર કાઢવા માટે કવાયત હાથ ધરી હોત તો તે બચી ગયો હોત. સાત પુત્રી તેમજ એક પુત્ર મળી કુલ 21 સભ્યોના કુટુંબીજનોને એ પોતાનો સ્વજન ગુમાવ્યો છે.ત્યારે પોલીસ કર્મારીઓની પર તંત્ર પગલા ભારે તેવી માંગ સ્વજનો કરી રહયા છે.
આમ, ધટના સ્થળે પોલીસની આંખ સામે બુટલેગર પાણીમાં પડે છે છતા પોલીસ આંખ આડા કાન કરી ભીનું સંકેલવાની કોશિશ કરે છે. ત્યારે આ ધટના બાદ પણ પોલીસ ને બચવવા માટે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
બીજી તરફ ભરૂચ LCB PI જે.એન.ઝાલા એ જણાવ્યું હતું કે, ટીમ પ્રોહીબિશનની રેડ કરવા જતાં દલા વસાવા ભાગ્યો હતો, જે દોડતો દોડતો અકસ્માતે કૂવામાં પડી ગયો હતો. કૂવામાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું હતું. અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરાઈ છે, જોકે PI 4 દિવસથી રજા ઉપર હોવાથી આટલી વિગત જ તેઓ જાણતા હોવાનું જે હકીકત હોય જણાવ્યું હતું.