• નેત્રંગના કેલ્વીકુવા ગામે વોલ્વો કાર વૃક્ષ સાથે અને મોઝા ગામે અર્ટિગા ટોકરી નદી ઉપરના પુલ સાથે અથડાતા અકસ્માત
  • મળસ્કે સામેથી આવતી ટ્રકથી બચવા જતા વોલ્વો વૃક્ષમાં ઘુસી એરબેગ ખુલી જતા ચાલક સલામત
  • આર્ટિગા સામે અસ્થિર મગજનો યુવાન આવી જતા અકસ્માત સર્જાયો

WatchGujarat. નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર કેલ્વીકુવા ગામના પાટીયા પાસેથી મળસ્કે વોલ્વો કારનો ડ્રાઈવર પસાર થઈ રહ્યો હતો. જે દરમ્યાન સામેછેડેથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવતી ટ્રકથી અડફેટથી બચવા માટે વોલ્વો કારના ડ્રાઇવરે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા રોડની સમાંતર જ ઝાડ સાથે અથડાઈ હતી.

 

સવારે જ સર્જાયેલા બીજા અકસ્માતમાં નેત્રંગથી ઝંખવાવ હાઇવે ઉપર અંકલેશ્વરનું કુટુંબ મોઝા આવ્યુ હતું. મોઝાથી ફરી અંકલેશ્વર રિટન ફરી રહયા હતા તે દરમ્યાન ટોકરી નદી ઉપરના પુલ ઉપર અર્ટિગા ફોર વ્હીલર આગળ માનસિક અસ્થિર યુવક આવી ગયો હતો. જેને બચાવવા જતાં અર્ટિગા ગાડી રેલીંગ જોડે ભટકાઈ હતી. અકસ્માતમાં આર્ટિગા કારને આગળ અને ડ્રાઈવર સાઈડની ખાલી બાજુ નુકશાન ગયું હતું. જોકે કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો.

વોલ્વો અકસ્માતમાં એરબેગ ખુલી જતાં ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. જોકે અંધકારનો લાભ ઉઠાવી ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો.  બનાવના પગલે ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. વોલ્વોના આગળના ભાગના ફુરચે ફુરચા થઈ ગયા હતા. જોકે બન્ને બનાવોમાં કોઈ પોલીસ ફરિયાદ સાંજ સુધી નોંધાવવામાં આવી ન હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud