1 ફાયર હેડ અને 2 આસી. ફાયરમેનને હોસ્પિટલમાં ફાયર સેફટીની ચકાસણીમાં કસૂરવાર ઠેરવાયા
ફાયર વિભાગના જવાબદાર ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ સામે કોઈ કાર્યવાહી નહિ કરાતા ટોક ઓફ ધ ટાઉન
હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સહિતનું જરૂરી ચેકિંગ તેમજ નોટીસ સહિતની કામગીરી સક્ષમ અધિકારીએ કરવાની હોવા છતાં નાના કર્મીઓને તે માટે મોકલાયા હતા
WatchGujarat. ભરૂચ વેલફેર હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં આગની હોનારતમાં હાઇકોર્ટની ટકોર બાદ 2 દિવસ પહેલા જ હોસ્પિટલના પ્રમુખ સહિત ટ્રસ્ટીઓ અને હોસ્પિટલના જવાબદારોની ગંભીર નિષ્કાળજી બદલ ગુનો દાખલ કરાયો હતો. હવે ફાયર સેફટી મુદ્દે પાલિકાના વર્ગ-4 ના 3 નાના કર્મચારીઓની જવાબદારી નક્કી કરી દઈ તેઓનો ભોગ લેવાયો છે. હોસ્પિટલમાં ઉપરી આદેશથી ચેકીંગમાં ગયેલા પાલિકાના ફાયર વિભાગના 3 કર્મચારીઓને બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવાતા આ સમગ્ર કિસ્સો ભરૂચમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે.
ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં 1 મેની રાત્રીએ બનેલી આગની ઘટનામાં ભરૂચ નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી અંગેની બેદરકારી માટે જવાબદારી નક્કી કરવા આંતરિક તપાસ હાથ ધરી હતી.
જેમાં ચીફ ઓફિસર સંજય સોનીએ ફાયર વિભાગના હેડ ફાયરમેન શૈલેષ સાંસિયા, આસિ. ફાયરમેન અલ્પેશ મિસ્ત્રી તેમજ પુરસોત્તમ બાબુભાઇ માછીને કસુરવાર ઠેરવી ફરજ મોકુફનો હૂકમ કર્યો છે.
નગરપાલિકાના ફાયર વિભાગમાં હેડ ફાયરમેન તરીકે ફરજ બજાવતાં શૈલેષ સાંસિયા કાયમી કર્મચારી છે. જ્યારે અલ્પેશ મિસ્ત્રી 11 મહિનાના કરાર પર અને પુરસોત્તમ માછી કોન્ટ્રાક્ટમાં રોજમદાર તરીકે ફરજ બજાવી રહ્યાં હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જ્યારે ફાયર વિભાગનો ચાર્જ ફાયર સુપ્રિટેન્ડન્ટ ઇન્ચાર્જ સલીમ મોહનને સોંપવામાં આવ્યો છે.
હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સહિતનું જરૂરી ચેકિંગ તેમજ નોટીસ સહિતની કામગીરી સક્ષમ અધિકારીએ કરવાની હોવા છતાં નાના કર્મીઓને તે માટે મોકલવામાં આવ્યાં હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ઘટના બાદ જવાબદાર અધિકારીને છાવરી નાના કર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવી હોવાની વાત હાલમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.
ફાયરમેનની જવાબદારી આગની ઘટનામાં સ્થળ પર જઈ આગ ઓલવવા સાથે રેસ્ક્યુની રહેલી છે. જોકે વેલફેર હોસ્પિટલમાં તંત્ર દ્વારા આ 3 ફાયર ફાઈટરોને ફાયર સેફટી ચેક કરવા મોકલવામાં આવ્યા હોવાનું અને હવે તેમના માથે દોષારોપણ અને નિષ્કાળજીનો ટોપલો ઢોળી દેવાયો છે. ઉપરી અધિકારીઓ અને ફાયર સુપ્રિટેન્ડન્ટ ઇન્ચાર્જની કામગીરી સામે હાલ સવાલો ઉભા થઇ રહ્યાં છે જે તમામ દેખરેખ, ચેકીંગ, રિપોર્ટ અને નોટિસ સહિતની જવાબદારી તેઓ પર રહેલી છે.
હાલ તો નાના વર્ગના આ 3 કર્મીઓ પોતાની નોકરી છીનવાઇ જવાની બીકે મામલામાં કાંઇ પણ કહેવાનું ટાળી રહ્યાં છે. જ્યારે આ મામલામાં ચીફ ઓફિસર CO સંજય સોનીને ફોન કરતા તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો. જ્યારે ફાયર વિભાગના ઇન્ચાર્જ સલીમ મોહને તેઓને 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા અંગે કઈ ખબર નહિ હોવાનું કહ્યું હતું.