• સુરતથી ઇસ્માઇલ ઉર્ફે લીલુ શેખ ગાંજો લાવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન
  • 3 વર્ષ પહેલાં 60 KG ગાંજો ઝડપી પાડ્યા બાદ બીજો સૌથી મોટો જથ્થો
  • નશીલા પદાર્થના આ વેપલાના મૂળ સુધી પોહચવા આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવી તપાસ અર્થે રિમાન્ડ મેળવવા તજવીજ

WatchGujarat. કોરોનાના બીજા વેવમાં કેસો અને મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાતા મીની લોકડાઉન આંશિક અનલોક કરાતા ફરી નશીલા પદાર્થની હેરફેર અને વેપલો કરતા તત્વો એક્ટિવ થઈ ગયા છે. ભરૂચ SOG એ જંબુસરની અજમેરી નગરીમાંથી વૃદ્ધને 59.850 KG ગાંજાના વિપુલ જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.

ભરૂચ જિલ્લામાં 3 વર્ષ બાદ હાલના કોરોના કાળના બીજા તબક્કામાં આંશિક અનલોક વચ્ચે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે નશીલા પદાર્થ ગાંજાનો બીજો સૌથી વધુ જથ્થો પકડ્યો છે. જંબુસર અજમેરી નગરીમાંથી નશાયુકત માદક પદાર્થ ગાંજાનો વિપુલ જથ્થો 59.850 KG કિંમત ₹5.98 લાખ સાથે 1 વૃદ્ધની ધરપકડ કરાઈ છે.

ભરૂચ જિલ્લામાં નશાની પ્રવૃત્તિઓથી યુવાનોને બચાવવા અને આ નશીલા પદાર્થના વેપલા અટકાવવા SP રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના હેઠળ SOG PI કે.ડી.મંડોરા ટીમ સાથે વોચ રાખી રહ્યા હતા.

PSI એમ.આર.શકોરીયા અને એન.જે.ટાપરીયા સ્ટાફ સાથે એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અંગે જંબુસર ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા.  પો.કો. સાગરભાઇને તેઓના બાતમીદારથી નશીલા માદક પદાર્થના મોટા જથ્થા અંગે બાતમી મળી હતી.

SOG ટીમના સુરેશભાઈ, શૈલેષભાઇ સહિતે અજમેરી નગરી , જંબુસર ખાતે રેઇડ કરતા મિણીયા કોથળામાં નશાયુકત માદક પદાર્થ ગાંજો 59.850 KG કીલો, મોબાઇલ, વજન કાંટો તથા વજનીયા મળી કુલ ₹ 6 લાખ ના મુદ્દામાલ સાથે વૃદ્ધ આરોપી ઇસ્માઇલ ઉર્ફે લીલુ અમીરભાઇ શેખ ઉ.વ .67 ને ઝબ્બે કર્યો હતો. જેનો કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાશે. પ્રાથમિક તબક્કે સુરતથી ગાંજાનો વિપુલ જથ્થો લવાયો હોવાની માહિતી મળી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud