• ભરૂચ જંબસુર બાયપાસ ચોરડી નજીક પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં ભયંકર આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો
  • હોસ્પિટલના ICU વોર્ડમાં રાત્રે 12ઃ45 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી હતી.
  • 70 બેડની ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા અનેક દર્દીઓ મોતને ભેટ્યાં
  • 40થી વધુ એમ્બ્યૂલન્સ , જિલ્લા પોલીસ કાફલો, ફાયરની 12થી વધુ ગાડીઓ, વીજ કંપનીઓના કર્મચારીઓ ઘટના સ્થળે
  • ભરૂચના પશ્ચિ વિસ્તારના 5000થી 6000 લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં
  • હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઇ
  • હોસ્પિટલમાં લાગેલી આગના કારણે મૃત્યુ પામેલા દર્દીઓના એક જ સ્ટ્રેચેર પર 2થી 4 ભૂંજાયેલા મૃતદેહો લઇ જવાયા
  • ભરૂચ સિવિલ, સેવાશ્રમ, જંબુસર સહિત ભરૂચની અન્ય ખાનગી હોસ્પિટલોમા દર્દીઓને શિફ્ટ કરવાની પ્રક્રિયા પુર જોશમાં
  • સ્થાનિક રહીશો અને આગેવાનો તથા દર્દીઓના સંબંધીઓ ખડે પગે તંત્ર સાથે બચાવ અને રાહત કામગીરીમાં જોડાયા

WatchGujarat. ભરૂચ જંબુસર બાયપાસ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહીં હતી. તેવામાં મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં અચાનક આગ લાગતા 12 દર્દીઓ, 2 કર્મી અને સહિત 15 લોકો બળીને ભળથુ થઇ ગયા હોવાના અહેવાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યાં છે.  હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે.

બનાવ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, ભરૂચની વેલ્ફેર હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતા. તેવામાં તા. 30 એપ્રિલની મધ્યરાત્રીએ હોસ્પિટલાના કોવિડ વોર્ડમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગની જેમ ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારના 5થી 6 હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાળા કરી રહ્યાં હતા.

હોસ્પિટલમાં મધ્યરાત્રીએ લાગેલી ભયંકર આગમાં 12 દર્દીઓ સહિત 15 લોકો બેડમાં બળીને ખાક થઇ ગયા હોવાનુ પ્રથામિક તબક્કે જાણવા મળી રહ્યું છે. જ્યારે અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે 40 ઉપરાંત એમ્બ્યૂલન્સો બચાવ કામગીરીમાં લાગી હતી. તેમજ જિલ્લા પોલીસનો કાફળો અને ફાયર બ્રીગેડના 12થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગી છે.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud