ડીસા ,ભાજપનાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો ગુજરાત પ્રવાસ કોઈને કોઈ કારણોસર સતત ચર્ચાનો વિષય બની રહ્યો છે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તેમના સ્વાગત દરમિયાન થયેલ સોશિયલ ડિસ્ટનસિંગનો ભંગ ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે હવે વધુ એક બાબત સામે આવી છે. જેમાં કામ જોઈને કાર્યકરોને મોટી જવાબદારી સોંપવાની વાતો કરતા પાટીલને ભાજપનાં ધારાસભ્યો ઉપરાંત સંગઠનનાં હોદ્દેદારોનાં નામ પણ યાદ ન હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો તેમણે ડીસામાં કરેલી એક સભાનો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, તેમને ભાજપના ધારાસભ્યો ઉપરાંત સંગઠનના હોદ્દેદારોના નામ પણ યાદ નથી. એટલું જ નહીં આ તમામનાં નામ તેઓ મંચની પાછળ બેઠેલા લોકોને પૂછી પૂછીને બોલી રહ્યા છે. આ વીડિયો સામે આવતા સી.આર પાટીલ શરૂઆતથી જ જે કાર્યકરોને પોતાની તરફ ખેંચવા માંગી રહ્યા છે. તેવા કાર્યકરોમાં જ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
https://youtu.be/E-oMqn-nRBI