રાજકોટ. ભાજપનાં વધુ બે દિગ્ગજ નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલનો કોરોના  રિપોર્ટ  પોઝિટિવ આવ્યો છે. ઉપરાંત જયેશ રાદડિયાનાં પીએ વિપુલ બાલધા પણ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. રાદડિયા હોમ આઈસોલેશન તો રાઘવજી પટેલ જી. જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
રાજ્યના ફૂડ, સિવિલ સપ્લાય અને કન્ઝ્યુમર અફેર્સ, કોટેજ ઉદ્યોગ અને પ્રિન્ટિંગ અને સ્ટેશનરીના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રીપોર્ટ પોઝીટીવ આવતા, હું હોમ ક્વોરન્ટાઈન થયેલ છુ અને મારી તબીયત સારી છે, છેલ્લા સપ્તાહ દરમિયાન મારા સંપર્કમા આવેલ લોકોએ પણ પોતાનો ટેસ્ટ કરાવવા વિનંતી.
રાઘવજી પટેલનાં પુત્ર જ્યેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,
જામનગર 77 ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જામનગર જી. જી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. જ્યાં હાલ તેમની તબિયત સારી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા પખવાડિયાથી કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. અને ભાજપનાં અનેક દિગ્ગજ નેતાઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud