રાજ્યની 8 વિધાનસભા બેઠકો પર આગામી 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાશે
8 પૈકીની સૌરાષ્ટ્રની ધારી, મોરબી, લીંબડી, ગઢડા તથા કચ્છની અબડાસા બેઠકનો સમાવેશ
રાજકોટ. સમગ્ર ગુજરાતની સાથે-સાથે સૌરાષ્ટ્રની 5 બેઠકો પર પેટાચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે. જેને પગલે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે બેઠકોનો દોર શરૂ કરાયો છે. ત્યારે કઈ બેઠક માટે ક્યાં ઉમેદવારને કોંગ્રેસ મેદાનમાં ઉતારી શકે છે, તેની ખાસ જાણકારી રાજકીય સૂત્રોમાંથી સામે આવી છે. જેમાં અનેક દિગ્ગજોનાં નામ ચર્ચામાં હોવાનો મહત્વનો ખુલાસો થયો છે.
સૌરાષ્ટ્રની ધારી, મોરબી, લીંબડી, ગઢડા પર પેટાચૂંટણી સહિત કચ્છનાં અબડાસામા વિધાનસભાની પેટાચૂંટણી યોજાય તેવા સંકેત મળી રહ્યા છે. જેમાં ધારી બગસરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનાં સુરેશ કોટડીયા, પ્રદીપ કોટડિયા, જેનીબેન વિરજીભાઈ ઠુંમરનાં નામો ચર્ચાઈ રહ્યા છે. તો મોરબી વિધાનસભા બેઠક પર ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ અને જિલ્લા પંચાયતનાં પ્રમુખ કિશોર ચીખલીયા ઉપરાંત મનોજ પનારાને મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે.
બીજીતરફ લીંબડી વિધાનસભા બેઠક પર પણ જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ધોલીયા અને પૂર્વ પ્રમુખ ચેતનભાઈ ખાચર સહિત ભગીરથસિંહ રાણાનું નામ મોખરે હોવાનું જાણવા મળ્યું છે. ગઢડા વિધાનસભા બેઠક માટે મોહનભાઈ સોલંકી, મુકેશભાઈ શ્રીમાલી, જગદીશ ચાવડા અને અબડાસા વિધાનસભા બેઠક માટે એકમાત્ર વીસનજી પાંચાલીનું નામ ચર્ચામાં છે.
નોંધનીય છે કે, ભાજપમાં ધારી, મોરબી, અબડાસામાં કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ MLAની ટીકીટ કન્ફર્મ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. તો લીંબડી અને ગઢડામાં નવા ઉમેદવાર શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં લીંબડી બેઠક પર કિરીટસિંહ રાણા તેમજ ગઢડા બેઠક પરથી પૂર્વમંત્રી આત્મારામ પરમારને મેદાનમાં ઉતારાય તેવી શકયતા છે.
- રાજ્યની 8 વિધાનસભા બેઠકો પર આગામી 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાશે
- 8 પૈકીની સૌરાષ્ટ્રની ધારી, મોરબી, લીંબડી, ગઢડા તથા કચ્છની અબડાસા બેઠકનો સમાવેશ