છોટાઉદેપુરાના મીઠાબોર ગામમાં થતી હતી ગાંજાની ખેતી
છોટાઉદેપુરા ટાઉન પોલીસ અને SOGએ સંક્યુત ઓપરેશન હાથ ધરી બેની ધરપકડ કરી
અંદાજીત 4225 ચો. ફુટ જગ્યામાં ગાંજાની ખેતી કરાઇ હતી.
પોલીસે રૂ. 1.23 કરોડની કિંમતનો 1233 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો
WatchGujarat છોટાઉદેપુરા જિલ્લાના આંતરિયાળ ગામમાં છેલ્લા વર્ષ જેટલા સમયથી ગેરકાયદેસર રીતે ગાંજાની ખેતી કરવામાં આવી રહીં હતી. મધ્યપ્રદેશ બોર્ડર નજીકના આ ગામમાં ગેરકાયદે ગાંજાની ખેતી કરાતી હોવાની માહિતી ટાઉન પોલીસ અને એસ.ઓ.જીને થતાં સંક્યુત ઓપરેશન હાથ ધરી રૂ. 1.23 કરોડની કિંમતનો 1233 કીલો ગ્રામ ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાતના સરહદી વિસ્તારોમાં આવેલા આંતરિયાળ ગામોમાંથી રાજ્ય બહારથી વિપુલ પ્રમાણમાં દારૂ ઘુસાડવાનો વેપલો ચાલે છે. ત્યારે મધ્યપ્રદેશ બોર્ડર નજીક આવેલા છોટાઉદેપુર જિલ્લાના મીઠાબોર ગામમાં રહેતા શૈલેષ નરસિંહભાઇ રાઠવા અને અલસિંગ રામાભાઇ રાઠવા પોતાની ઘરની પાછળ આવેલા ખેતરમાં ગાંજાની ખેતી કરતા હોવાની હોવાની માહિતી ટાઉન પોલીસ અને એસ.ઓ.જીની મળી હતી.
માહિતીના આધારે ટાઉન પોલીસના સીપીઆઇ એ.એ દેસાઇ અને એસ.ઓ.જી પી.એસ.આઇ ડી.જે પટેલની ટીમ મીઠાબોર ગામે પહોંચી હતી. જ્યાં વહેલી સવારે ઓપરેશ હાથ ધરી શૈલેષ નરસિંહભાઇ રાઠવા અને અલસિંગ રામાભાઇ રાઠવા ઝડપી પાડવામાં આવ્યાં હતા. પોલીસે આ બન્ને શખ્સોના ધરની પાછળ તપાસ કરતા અંદાજીત 4225 ચો. ફુટ જગ્યામાં ગાંજાની ખેતરી કરાયેલી મળી આવી હતી. પોલીસે આ મામલે ઉપરોક્ત બન્ને શખ્સો સામે નોર્કોટીક્સ હેઠળ ગુનો નોંધી રૂ. 1.23 કરોડની કિંમતનો 1233 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ માલમે છોટાઉદેપુર સી.પી.આઇ એ.એ દેસાઇએ WatchGujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, છેલ્લા એક વર્ષ જેટલા સમયથી ગાંજાની ખેતી કરવામાં આવી હોવાની ઝડપાયેલા બન્ને શખ્સોની પુછપરછમાં બહાર આવ્યું છે. છોટાઉદેપુરનુ મીઠાબોર આંતરિયાળ ગામ છે, જે મધ્યપ્રદેશ બોર્ડરથી નજીક આવેલુ છે, અને બન્ને શખ્સો તેમના ઘરની પાછળ આવેલા ખેતરમાં ગેરકાયદે ગાંજાની ખેતી કરતા હતા.