• કોંગ્રસ પ્રવકતા જયરાજસિંહની ટ્વીટ પર મનહર પટેલે પોતાની પ્રતિક્રિયા આપી
  • જયરાજસિંહની ટ્વીટએ કોંગ્રેસ સંગઠનની અંદરની વાત છતી કરી નાખી
  • આગામી 2022ની વિઘાનસભાની ચૂંટણી જીતવામાં લાગેલી કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે.

WatchGujarat. ગુજરાતમાં આગામી 2022ની ચૂંટણીમાં પરિવર્તન લાવવા માટે કોંગ્રેસ એડીચોટીનુ જોર લગાવી રહીં છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના સંગઠનની તાકત અને અને સંગઠનમાં રહેલા હોદ્દેદારો કેટલાક સક્ષમ અને મજબૂત છે તે જયરાજસિહંની ટ્વીટએ દાખવી દીધું છે.

કોંગ્રેસ દ્વારા વિધાનસભા ચૂંટણી માટે તડામાક તૈયારીઓ કરવામાં આવી રહીં છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્મા આજથી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આ વચ્ચે ગુજરાત કોંગ્રેસના બે નેતાઓની ટ્વીટએ ભારે હડકંપ મચાવી છે. જોકે જયરાજસિંહની આ ટ્વીટ રાજકારણમાં ભૂંકપ લાવી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહીં છે.

ગુજરાત કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમારએ આજે ટ્વીટ કરી “કોંગ્રેસ પક્ષ હંમેશા સંસદસભ્યો અને ધારાસભ્યો કેન્દ્રીત પક્ષ રહ્યો છે… કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતુ જ નથી પછી સંગઠનુ મહત્વ ક્યાંથી વધે ????”

જયરાજસિંહની આ ટ્વીટ પર કોંગી નેતા મનહર પટેલે પોતાનો પ્રતિક્રિયા આપતા જણાવ્યું, “ મને ભયંકર ડર લાગી રહ્યો કે કઇ એવુ ન બને કે ખરા સમયે સાચા કોંગ્રેસી યોદ્ધાઓ ઘરે ન બેસી જાય, બોટાદની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમામ ફોર્મ રદ થયા કોણ જવાબદાર ? તેમ છતાં પક્ષમાં કોઇ ગંભીર ચર્ચા જ નહી કોઇ ચિંતન નહી, માનનીય પ્રમુખશ્રી/ પ્રભારી સહીતને કાગળ પર ધ્યાન દોર્યું છે”….

આમ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ દ્વારા કરવામાં આવેલી ટ્વીટએ કોંગ્રેસના સંગઠન અને તેના હોદ્દેદારો કેટલા સક્ષણ અને મજબૂત છે, તેની પોલ ખોલી દીધી છે. ઉલ્લેખનીય છે કે, આગામી 2022ની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહીં છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના આંતરિક જુથવાદ અને સંગઠનની નબળી કામગીરીએ કોંગ્રેસમાં ભૂંકપ લાવી દીધો છે. હવે આ ટ્વીટની અસર કેટલી પડે છે, તે આવનાર સમયમાં જોવાનુ રહ્યું.

Facebook Comments Box

Videos

Our Partners