• ગુજરાત વિરોધપક્ષ કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા સરકાર સામે વિરોધમાં આવ્યા એક્શનમાં
  • ભરૂચ ગણેશ સુગર અને જૂનાગઢની ઘટનામાં CM ભુપેન્દ્ર પટેલને મળી મુખ્યમંત્રી કક્ષાએથી કાર્યવાહી કરાવવા રજુઆત
  • કોંગ્રી અગ્રણી સંદીપ માંગરોલા BJP માં જોડાય અને ગણેશ સુગરનો વહીવટ ભાજપમાં આવે તે માટે હથકંડા અપનાવાઈ રહ્યાં નો આક્ષેપ
GujaratCongress Oppotition Leader Sukhram Rathwa
GujaratCongress Oppotition Leader Sukhram Rathwa

WatchGujarat. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાની નિમણુંક કર્યા બાદ હવે તેઓ સરકાર અને તેની નીતિઓ સામે વિરોધ નોંધાવવા એક્શનમાં આવ્યા છે.

ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે આજે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, કોંગી અગ્રણીઓ અને ભરૂચ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા તેમજ સહકારી આગેવાન સંદીપ માંગરોલા સાથે પોહચ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજુઆત કરી જૂનાગઢ અને ભરૂચના 2 ગંભીર મુદ્દે રજુઆત કરી હતી. જેમાં જૂનાગઢના પૂર્વ મેયર લખાભાઈ પરમારના પુત્રની હત્યા, પોલીસ ચોકી માટે તેઓનું આંદોલન અને બીજી ભરૂચના સંદીપ માંગરોલાની હતી.

આ બંને મુદ્દે તપાસ યોગ્ય રીતે થઈ રહી ના હોય મુખ્યમંત્રી કક્ષાએથી જરૂર પડે તપાસ અધિકારીઓ બદલવા પણ ભલામણ કરાઈ હતી. વધુમાં ભાજપમાં સંદીપ માંગરોલાને જોડી ગણેશ સુગરનો વહીવટ ભાજપ પોતાના હસ્તકમાં લેવા માંગતી હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

મુખ્યમંત્રીને મળ્યા બાદ બહાર આવ્યા બાદ સુખરામ રાઠવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સરકારી તંત્રનો દુરુપયોગ કરીને વહીવટ પોતાના હાથમાં રાખવો એ ભાજપની નેમ. અને આ વહીવટ હાથમાં રાખવા જે હથ કંડા અપનાવવા પડે તે સરકાર અપનાવી રહી છે.

વધુમાં તેઓએ ગુજરાત પોલીસ ઉપર પણ આક્ષેપ કરતા કહ્યું હતું કે, નાના માણસોને હેરાન કરવાનું યેનકેન પ્રકારે ચૂકતી નથી. સરકાર સરકારી તંત્ર અને પોલીસનો દુરુપયોગ કરી રહી છે. પેપર લીક મુદ્દે પણ સુખરામ રાઠવાએ સરકારની નીતિ રીતિનો વિરોધ નોંધાવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud