ઓક્સિજન, વેન્ટિલેટર, ઇન્જેક્શન બાદ હવે ફ્લો મીટરની તીવ્ર અછત
જિલ્લામાં જ રોજ 150 થી 200 ની જરૂરિયાત સામે એકપણ મળી રહ્યું નથી
ઓક્સિજન બેડ, બોટલોની કોરોનામાં ગંભીર અછત વચ્ચે ફ્લો મીટર માટે હવે વલખા
ફ્લો મીટરની ડિમાન્ડ વધુ રહેતી ના હોય તેનું ઉત્પાદન અને સ્ટોક લિમિટમાં જ હોવાથી હાલ આ સ્થિતિનું સર્જન
WatchGujarat. કોરોનાએ છેલ્લા સવા વર્ષમાં સામાન્ય લોકોને મેડિકલ ક્ષેત્રેની ઘણી જરૂરિયાતો અને પરિભાષાઓથી જ્ઞાત કરાવવા સાથે તેનું મૂલ્ય અને તે મેળવવા માટે લાચારીની દોડ તેમજ મજબૂરીની કતારોમાં ઉભા કરી દીધા છે.
કોરોનાની શરૂઆતના ગત વર્ષે આપણે સેનેટાઇઝર, માસ્ક, કવોરંટાઇન, આઇસોલેશન, PPE કીટ, સોશ્યલ ડિસ્ટન્સ સહિતથી લગભગ પેહલી વાર અવગત થયા હતા. જે માસ્ક નજીવા પૈસાઓમાં બાદ ₹1 કે 2 માં મળતા હતા તે ₹10, 15 અને 20 માં મળતા થઈ ગયા હતા. કોરોનાને લઈ સેનેટાઇઝર, PPE કીટ, ફેશ શિલ્ડ, ગ્લોવ્ઝ પણ આમ પ્રજાના રૂટિનમાં આવી જતા તેની ડિમાન્ડ વધતા ભાવો વધ્યા હતા.
આ વર્ષે કોરોનાની બીજી ઘાતક લહેરમાં આપણને ઓક્સિજન, વેન્ટિલેટર, રેમડીસીવેર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનોની કિંમત સમજાઇ છે. જેની અહેમીયત, ભાવ, ઉપયોગિતા સાથે જ નામ અંગે પણ આપણે અજાણ હતા. હજી ઇન્જેક્શનો, ઓક્સિજન અને વેન્ટિલેટરની અછત વચ્ચે કોરોના દર્દીઓના જીવ બચાવવા જ્યાં દોડધામ ચાલી રહી છે ત્યાં ઓક્સિજન ફ્લો મીટરની અછત દેકારો સર્જી રહી છે.
ભરૂચ-નર્મદા કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશનના પ્રમુખ ભરત શાહે જણાવ્યું હતું કે, કોરોના પેહલા ઓક્સિજનનો ઉપયોગ અને માંગ ઘણી સિમિત હતી. હાલ તેમાં અનેક ગણો વધારો થતાં સ્થિતિ બિહામણી બની ગઈ છે.
ઓક્સિજન સાથે જ હવે Oxygen ફ્લો મીટરની તીવ્ર અછત વર્તાઈ રહી છે, જે નવી આફત બની રહી છે, લોકોને હવે ઓક્સિજનના બોટલ કે બેડ તો મળી રહ્યા છે પણ ફ્લો મીટર નહિ મળતા નવી મુસીબત સામે આવી રહી છે.
પેહલા ઓક્સિજન ફ્લો મીટર કંપનીઓ, સ્ટોકીસ્ટો, મેડિકલ સ્ટોરમાં પડ્યા પડ્યા કટાઈ જતા હતા. હવે 1 ફ્લો મીટર મેળવવા પણ મુશ્કેલ બની રહ્યા છે. ફ્લો મીટર કોરોનાના બીજા વેવમાં ઓક્સિજન સાથે જ ભારે ડિમાન્ડમાં આવતા તેના સામાન્ય ₹600 સુધીના ભાવો હાલ ₹2200 સુધી પોહચી ગયા છે તેમ છતાં તે મળી રહ્યા નથી. ભરૂચમાં જ રોજ ફ્લો મીટર માટે 150 થી 200 લોકોની ઇન્કવાયરી આવી રહી છે.