દહેજની સિલાયન્સ કંપનીમાંથી PTA પાઉડર ભરી સેલવાસા જવા નિકળેલા ટ્રક ચાલકની ડીકમ્પોઝ થયેલી લાશ મળી
અસુરીયા પાટિયા પાસેથી ડ્રાઈવરનો મૃતદેહ મળી આવતા નબીપુર પોલીસ મથકે હત્યા અને લાખોની લૂંટનો ગુનો દાખલ
પ્યોરીફાઇડ ટેરેફેથેલીક એસિડ પાઉડરનો ઉપયોગ પોલીએસ્ટર પ્રોડક્ટમાં થાય છે, જોકે બીલટી નહિ મળતા પાઉડરનો જથ્થો અને કિંમત બહાર આવી નથી
[caption id="attachment_1421361" align="aligncenter" width="1280"] Dead body of truck driver found decompase[/caption]
WatchGujarat. દહેજની રિલાયન્સ કંપનીમાંથી PTA પાઉડર ભરી સેલવાસા નીકળેલી ટ્રકના ડ્રાઇવરની લૂંટના ઇરાદે 2 સાથીઓ દ્વારા હત્યા કરી દેવાઈ હતી. ડ્રાઈવરનો મૃતદેહ અસુરીયા પાટિયા પાસેથી મળી આવતા નબીપુર પોલીસે હત્યા અને લાખોના પાઉડર ભરેલી ટ્રકની લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ બિહારના 44 વર્ષીય ટ્રક ડ્રાઈવર મુકેશ થમન યાદવ 28 ઓક્ટોબરે દહેજની રિલાયન્સ કંપનીમાંથી લાખોની કિંમતનો PTA એટલે કે પ્યોરીફાઇડ ટેરીફેથેલીક પાઉડર ભરી સેલવાસા જવા નીકળ્યો હતો.
PTA પાઉડરનો ઉપયોગ પોલીએસ્ટર પ્રોડકટોમાં થાય છે. ટ્રક ડ્રાઇવર સાથે જ ડ્રાઇવિંગ અને ક્લિનિગનો વ્યવસાય કરતા અને ભિલાડ રહેતા નુરુલ ઉસ્માન હોદા અને અબ્દુલ નુરુઆલજી ટ્રકમાં પોતાને ભિલાડ રૂમ પર છોડી દેવાનું કહી સવાર થયા હતા. બન્ને આરોપીઓએ પીટીએ પાઉડર ભરેલી ટ્રકની લૂંટ ચાલવવા ટ્રકમાં જ રહેલો બોથડ પ્રદાર્થ મુકેશ યાદવને મારી તેની હત્યા કરી દીધી હતી.
[caption id="attachment_1421363" align="aligncenter" width="1280"] Police on Crime Spot[/caption]
જે બાદ ટ્રકની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. એક તરફ સેલવાસા જથ્થો નહિ પહોંચતા ટ્રાન્સપોર્ટ સંચાલક અને ફરિયાદી નવલ યાદવે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આજે રવિવારે અસુરીયા પાટિયા પાસેથી ડીકમ્પોઝ હાલતમાં ટ્રક ડ્રાઈવરનો મૃતદેહ મળી આવ્યો હતો.
[caption id="attachment_1421362" align="aligncenter" width="1280"] Dead body of truck driver on roadside[/caption]
નબીપુર પોલીસ ASP વિકાસ સુંડાએ દોડી આવી હત્યાનો ગુનો દાખલ કરી લાખોના પાઉડર ભરેલી ટ્રકની લૂંટ અને મર્ડરના ગુનામાં આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. દરમિયાન LCB એ હત્યા કરી ટ્રક લૂંટી નાસી છૂટેલા બને આરોપીઓને ઝડપી પાડ્યાની વિગતો બહાર આવી છે. જોકે બીલટી નહિ મળતા ટ્રકમાં PTA પાઉડરનો જથ્થો અને તેની કિંમત જાણી શકાય ન હતી.