• સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા, રૂા. 80 લાખનું કેમિકલ જપ્ત,  5 ટેન્કરના ડ્રાઇવર તેમજ 3 શખ્સો અને સંચાલકની ધરપકડ
 • 2 ગાડાઉનમાંથી કેમિકલનો જથ્થો, 8 મોબાઇલ, 6 વાહનો તેમજ રોકડા 1.43 લાખ જપ્ત
 • દહેજની વેલ્સપન કંપની સામેના માલવા પંજાબ હોટલીની ખુલ્લી જગ્યામાં ટેન્કરમાંથી કેમિકલ ચોરીનું ચાલતું હતું રેકેટ
 • ગણતરી અને ફરિયાદમાં જ પોલીસના કલાકો નીકળી ગયા

WatchGujarat. દહેજ જીઆઇડીસીમાં આવેલી વેલ્સપન કંપની સામેની માલવા પંજાબ હોટલની ખુલ્લી જગ્યામાં ચાલતાં કેમિકલ ચોરી કૌભાંડ પર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. ટીમે હોટલ પાસેના ગોડાઉન અને ગલેન્ડા ગામ ખાતેના અન્ય એક ગાડાઉનમાંથી કુલ ₹ 80.77 લાખનો કેમિકલનો જથ્થો, 6 વાહનો સહિત કુલ ₹ 1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે સ્થળ પર ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરતાં સંચાલક, 3 કારીગરો તેમજ 3 ટેન્કર ચાલકોને ટીમે ઝડપી પાડ્યાં હતાં. જોકે, કેમિકલ ચોરીના કૌભાંડના 5 ભાગીદારો સહિત 12 જણાને વોન્ટેડ જાહેર કર્યાં હતાં.

સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઇ એસ. સી તરડેને ચોક્કસ બાતમી મળી હતી કે, માલવા હોટલના કંપાઉન્ડમાં અગાઉ કેમિકલ ચોરીમાં પકડાયેલો રવિરાજ કાઠી તેમજ તેના ભાગીદારો બકુલ ઉર્ફે બકા પટેલ, રવિન્દ્ર યાદવ, નરેશ ભાનુશાળી તેમજ મનિષ ઉર્ફે મનોજ ચૌહાણે કેમિકલ ચોરીની પ્રવૃત્તિ પુન: શરૂ કરી છે. જેના પગલે તેમણે ટીમ સાથે સ્થળ પર દરોડો પાડતાં સ્થળ પરથી 5 ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરતાં 3 ડ્રાઇવર તેમજ કેમિકલ ચોરીનું સંચાલન કરતાં  રામલક્ષ્મણ ઉર્ફે અન્નો પ્રજાપતિ અને 3 કારીગરોને ટીમે ઝડપી પાડ્યાં હતાં.

સ્થળ પર તેમજ ગલેન્ડા ગામે આવેલાં તેમના અન્ય એક ગોડાઉન પરથી કેમિકલનો જથ્થો કબજે કરતાં ટીમે કુલ 80.77 લાખની મત્તાનો કેમિકલનો જથ્થો, 1.43 લાખ રૂપિયા રોકડા , 8 મોબાઇલ તેમજ એક મહિન્દ્રા પિકઅપ અને 5 ટેન્કર સહિત ₹ 1.32 કરોડની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલની રેડ વેળાં કેમિકલ ચોરીનું કૌભાંડ આચરનાર મુખ્ય 5 ભાગીદારો ત્યાં હાજર ન હોઇ 5 ભાગીદારો સહિત 12 જણાને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલાં 7 આરોપીઓ

 • રામલક્ષ્મણ ઉર્ફે અન્નો ચોથી પ્રજાપતિ
 • લાલબાબુ ચંદ્રબલી યાદવ
 • દેવેન્દ્ર ફુલચંદ યાદવ
 • પપ્પુરામ ભીખારામ ઝાંટ
 • ચંદ્રપ્રકાશ શુભમુહુર્ત તિવારી
 • વલીમહંમદ સગીરઅહેમદ ધુનિયા

વોન્ટેડ કેમિકલ માફિયાઓ

 • રવિરાજ કાઠી
 • બકુલ ઉર્ફ બકા પટેલ
 • રવિન્દ્ર યાદવ
 • નરેશ ભાનુશાળી
 • મનિષ ઉર્ફ મનોજ ચૌહાણ
 • ઇમરાન
 • જગજીવન ઉર્ફે રિન્કુ
 • શૈલેષ
 • પ્રવિણ
 • દિનેશ
 • બકાભાઇ
 • નયન

30 થી વધુ પ્રકારના કેમિકલનો ચોરેલો જથ્થો મળ્યો

હઇડ્રોજન પેરોક્સાઇડ, ફિનોલ લિક્વિડ, મોનો ડાયક્લોરો, મિક્ષ સોલ્વન્ટ, બેન્ઝીન, સટાઇરિન, મોનો ઇનિલીન ગ્લાઇકોવ, પોસ્ટીક સોડા, ડાઇ ઇથિલીન ગ્લાઇકોવ, એસ્ટીડ અસિડ, ક્લોરોફોમ, વિનાઇલ અસિટેન મોનોમલ, નાઇડ્રો બેન્ઝીન, ઇથાઇલ એસીટેટ, એસીટોન, ક્લોરોટ્રાઇ ક્લોરાઇડ, ઇથિલીન ડાઇ એમાઇન, વિક્રોનોલ, મિનાઇલ આઇસો બ્યુટાઇલ કીરોન, સાઇક્લો હેઝેન, મોનો મિથાઇલ એક્રાઇબેટ, આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ, દાય આઇસો નોનાઇલ થેલેટ, ટોલ્યઇન ડાય આઇસો સાઇનેટ, ઓર્થ ટોલ્યુકીન, ઇથાઇલ એસીટેક, મોનો ક્લોરો બેન્જિન, બ્યુટાઇલ એકાઇલેટ મોનોમર સહિતના કેમિકલો.

કેમિકલના 46 સેમ્પલ સુરત. FSLમાં મોકલાયા

ઘટના સ્થળે તેમજ ગલેન્ડા ખાતે બનાવાયેલાં ગોડાઉનમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડી અલગ અલગ કેમિકલોના કુલ 46 સેમ્પલો મેળવ્યાં હતાં. તમામ સેમ્પલને સીલપેક કરી ઝડપાયેલાં કેમિકલ પૈકીનું કોઇ રસાયણ માદક પદાર્થ કે એક્સપ્લોઝીવ બનાવવામાં ઉપયોગ થઇ શકે છે કે કેમ તેની વિગતો મેળવવા સૂરત એફએસએલમાં મોકલાયાં હતાં.

લોકડાઉનમાં દેવુ થતા કેમિકલ ચોરીના કૌભાંડમાં ઝપલાવ્યું

પોલીસની પ્રાથમિક પુછપરછમાં ઝડપાયેલાં રામલક્ષ્મણ ઉર્ફે અન્ના પ્રજાપતિએ કેફિયત રજૂ કરી હતી કે, 17 વર્ષ પહેલાં તે રોજગારી અર્થે અંક્લેશ્વર આવ્યાં બાદ નઝીર બોસ સાથે કેમિકલ ચોરીનો ધંધો કરતો હતો. નઝીર બોસ સાથે સંકળાયેલાં મનીષ ઉર્ફે મનોજ ચૌહાણ તેમજ મુંબઇ રહેતાં નરેશ ભાનુશાલી સાથે તેના સંપર્ક થયાં હતાં. જે બાદ લોકડાઉનમાં તેને દેવું થતાં મનિષે તેને કેમીકલના ધંધામાં જોડાવા કહેતાં તેણે તેમની સાથે ધંધામાં ભાગીદારી શરૂ કરી હતી.

કેમિકલ ચોરીના મુખ્ય 5 સુત્રધાર ભાગીદારો

કેમિકલ કૌભાંડમાં ઝડપાયેલાં રામલક્ષ્મણ ઉર્ફે અન્ના પ્રજાપતિએ પોલીસને જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2020માં તે અંક્લેશ્વર આવ્યો ત્યારે મનિષ ઉર્ફે મનોજ ચૌહાણે નરેશ ભાનુશાળી,  રવિરાજ, રવિન્દ્ર યાદવ તેમજ બકુલ ઉર્ફે બકા પટેલ સાથે ઓળખાણ કરાવી હતી. તેમજ સમગ્ર કેમિકલ ચોરીના કારસામાં તેઓ 5 ભાગીદાર હોવાનું તેણે જણાવ્યું હતું.

કેમિકલ ચોરી કૌભાંડમાં કોનો શું રોલ હતો

કેમિકલ ચોરીના કારસાના 5 ભાગીદારો પૈકી રવિરાજે રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમજ બહારનું મેનેજમેન્ટ તે સંભાળતો હતો. બકાભાઇ પટેલ તેમજ નરેશ ભાણુશાલી ધંધાનો હિસાબ કિતાબ તેમજ વેચાણનું કામ કરતાં હતાં. રવિન્દ્ર યાદવ અન્ના સાથે સ્થળ પર હાજર રહી દેખરેખનું કામ કરતાં હતાં જ્યારે મનિષ ઉર્ફે મનોજ ચૌહાણ આંગડિયા તેમજ કેશનું વહિવટ કરતાં હતાં.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud